Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 11

યોહાન 11:5-16

Help us?
Click on verse(s) to share them!
5માર્થા, તેની બહેન મરિયમ તથા લાજરસ પર ઈસુ પ્રેમ રાખતા હતા.
6તે બીમાર છે, એવા સમાચાર તેમને મળ્યા ત્યારે પોતે જ્યાં હતા, તે જ સ્થળે તે બે દિવસ સુધી રહ્યા.
7ત્યાર પછી શિષ્યોને કહે છે કે, 'ચાલો, આપણે ફરીથી યહૂદિયા જઈએ.
8શિષ્યો તેમને કહે છે કે, 'ગુરુજી, હમણાં જ યહૂદીઓ તમને પથ્થરે મારવાનો પ્રયત્ન કરતા હતા, તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?'
9ઈસુએ જવાબ આપ્યો કે, 'શું દિવસના બાર કલાક નથી? જો દિવસે કોઈ ચાલે, તો તે આ દુનિયાનું અજવાળું જુએ છે, માટે ઠોકર ખાતો નથી.
10પણ જો કોઈ રાત્રે ચાલે, તો તેનામાં અજવાળું ન હોવાથી ઠોકર ખાય છે.'
11તેમણે એ વાતો કહી, ત્યાર પછી તે તેઓને કહે છે કે, 'આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે; હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું.'
12ત્યારે શિષ્યોએ તેમને કહ્યું કે, 'પ્રભુ, જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થશે.'
13ઈસુએ તો તેના મૃત્યુ વિષે કહ્યું હતું, પણ તેઓને એમ લાગ્યું કે તેમણે ઊંઘમાં વિસામો લેવા વિષે કહ્યું હતું.
14ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે, 'લાજરસ મૃત્યુ પામ્યો છે.
15હું ત્યાં નહોતો, માટે હું તમારે માટે હર્ષ પામું છું, એટલા માટે કે તમે વિશ્વાસ કરો; પણ ચાલો, આપણે તેમની પાસે જઈએ.'
16ત્યારે થોમા, જે દીદીમસ કહેવાય છે, તેણે પોતાના સાથી શિષ્યોને કહ્યું કે, 'આપણે પણ જઈએ અને તેની સાથે મરણ પામીએ.'

Read યોહાન 11યોહાન 11
Compare યોહાન 11:5-16યોહાન 11:5-16