Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પ્રેરિતોનાં કૃત્યો - પ્રેરિતોનાં કૃત્યો 26

પ્રેરિતોનાં કૃત્યો 26:24-32

Help us?
Click on verse(s) to share them!
24પાઉલ આ પ્રમાણે પ્રત્યુત્તર આપતો હતો, ત્યારે ફેસ્તસે મોટે અવાજે કહ્યું કે, 'પાઉલ તું પાગલ છે, પુષ્કળ જ્ઞાનને કારણે તું પાગલ થઈ ગયો છે.'
25પણ પાઉલે કહ્યું કે, 'ઓ નેકનામદાર ફેસ્તસ, હું પાગલ નથી, પણ સત્યની તથા જ્ઞાનની વાતો કહું છું.
26કેમ કે આ રાજા કે જેમની આગળ પણ હું મુક્ત રીતે બોલું છું તે એ વિષે જાણે છે, કેમ કે મને ખાતરી છે કે તેઓમાંની કોઈ વાત તેમનાંથી ગુપ્ત નથી; કારણ કે એમાંનું કશું ખૂણામાં બન્યું નથી.
27હે આગ્રીપા રાજા, 'શું આપ પ્રબોધકો ની વાતો પર વિશ્વાસ કરો છો?' હા, હું જાણું છું કે આપ વિશ્વાસ કરો છો.'
28ત્યારે આગ્રીપાએ પાઉલને કહ્યું કે, 'તું તો થોડા જ પ્રયાસથી તું મને ઈસુનો શિષ્ય બનાવવા માગે છે.'
29પાઉલે કહ્યું કે, 'ઈશ્વર કરે કે ગમે તો થોડા પ્રયાસથી કે વધારેથી, એકલા આપ જ નહિ પણ જેઓ આજ મારું સાંભળે છે તેઓ સર્વ પણ આ બેડીઓ સિવાય, મારા જેવો થાય.'
30પછી રાજા, રાજ્યપાલ, બેરનીકે તથા તેઓની સાથે બેઠેલા સર્વ ઊઠ્યાં;
31તેઓએ એકાંતમાં જઈને પરસ્પર વાત કરી કે, 'એ માણસે મરણની શિક્ષા અથવા કેદની સજાને યોગ્ય કંઈ જ ગુનો કર્યો નથી.'
32ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, 'જો એ માણસે કાઈસારની પાસે દાદ માગી ન હોત તો એને છોડી દેવામાં આવત.'

Read પ્રેરિતોનાં કૃત્યો 26પ્રેરિતોનાં કૃત્યો 26
Compare પ્રેરિતોનાં કૃત્યો 26:24-32પ્રેરિતોનાં કૃત્યો 26:24-32