Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - 1 કાળવ્રત્તાંત

1 કાળવ્રત્તાંત 7

Help us?
Click on verse(s) to share them!
1ઇસ્સાખારના ચાર દીકરાઓ: તોલા, પૂઆહ, યાશૂબ તથા શિમ્રોન.
2તોલાના દીકરાઓ: ઉઝિઝ, રફાયા, યરીએલ, યાહમાય, યિબ્સામ તથા શમુએલ. તેઓ તેમના પિતૃઓના કુટુંબોના એટલે કે, તોલાના કુટુંબનાં આગેવાનો હતા. દાઉદ રાજાના સમયમાં તેઓની સંખ્યા બાવીસ હજાર છસોની હતી.
3ઉઝિઝનો દીકરો યિઝાહયા. યિઝાહયાના દીકરાઓ: મિખાએલ, ઓબાદ્યા, યોએલ તથા યિશ્શીયા. આ પાંચ આગેવાનો હતા.
4તેઓના પિતૃઓના કુટુંબોની વંશાવળી પ્રમાણે, તેઓની પાસે લડાઈને માટે હથિયારબંધ છત્રીસ હજાર માણસો હતા, કેમ કે તેઓની ઘણી પત્નીઓ તથા દીકરાઓ હતા.
5ઇસ્સાખારના કુળના પિતૃઓનાં કુટુંબો મળીને તેઓના ભાઈઓની વંશાવળી પ્રમાણે ગણતાં તેઓ સિત્યાશી હજાર યોદ્ધાઓ હતા.
6બિન્યામીનના ત્રણ દીકરાઓ: બેલા, બેખેર તથા યદીએલ.
7બેલાના પાંચ દીકરાઓ; એસ્બોન, ઉઝિઝ, ઉઝિયેલ, યરિમોથ તથા ઈરી હતા. તેઓ કુટુંબોના સૈનિકો તથા આગેવાનો હતા. તેઓની ગણતરી પ્રમાણે તેઓના યોદ્ધાઓની સંખ્યા બાવીસ હજાર ચોત્રીસ હતી.
8બેખેરના દીકરાઓ: ઝમિરા, યોઆશ, એલીએઝેર, એલ્યોનાય, ઓમ્રી, યરિમોથ, અબિયા, અનાથોથ તથા આલેમેથ. આ બધા તેના દીકરાઓ હતા.
9તેઓનાં કુટુંબો પ્રમાણે તેમની ગણતરી કરતાં તેઓ વીસ હજાર બસો શૂરવીર પુરુષો તથા કુટુંબોના આગેવાનો હતા.
10યદીએલનો દીકરો બિલ્હાન હતો. બિલ્હાનના દીકરાઓ: યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાના, ઝેથાન, તાર્શીશ તથા અહિશાહાર.
11આ બધા યદીએલના દીકરાઓ હતા. તેઓના કુટુંબનાં સત્તર હજાર બસો આગેવાનો અને યોદ્ધા હતા. તેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા.
12ઈરના વંશજો: શુપ્પીમ તથા હુપ્પીમ અને આહેરનો દીકરો હુશીમ.
13નફતાલીના દીકરાઓ; યાહસીએલ, ગુની, યેસેર તથા શાલ્લુમ. તેઓ બિલ્હાના દીકરાઓ હતા.
14મનાશ્શાના પુત્રો; અરામી ઉપપત્નીથી જન્મેલા આસ્ત્રીએલ અને માખીર. તેને જ માખીરનો દીકરો ગિલ્યાદ.
15માખીરે હુપ્પીમ અને શુપ્પીમકુળમાંથી બે પત્નીઓ સાથે લગ્ન કર્યા. એકનું નામ માકા હતું. મનાશ્શાના બીજા વંશજનું નામ સલોફહાદ હતું, તેને દીકરાઓ ન હતા, માત્ર દીકરીઓ જ હતી.
16માખીરની પત્ની માકાને દીકરો જન્મ્યો. તેણે તેનું નામ પેરેશ રાખ્યું. તેના ભાઈનું નામ શેરેશ. તેના દીકરાઓ ઉલામ તથા રેકેમ.
17ઉલામનો દીકરો બદાન. તેઓ મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના વંશજો હતા.
18ગિલ્યાદની બહેન હામ્મોલેખેથે ઈશ્હોદ, અબીએઝેર તથા માહલાને જન્મ આપ્યો.

19શમિદાના દીકરાઓ; આહ્યાન, શેખેમ, લિકહી તથા અનીઆમ.
20એફ્રાઇમના વંશજો નીચે પ્રમાણે છે; એફ્રાઇમનો દીકરો શુથેલા હતો. શુથેલાનો દીકરો બેરેદ હતો. બેરેદનો દીકરો તાહાથ હતો. તાહાથનો દીકરો એલાદા હતો. એલાદાનો દીકરો તાહાથ હતો.
21તાહાથનો દીકરો ઝાબાદ હતો. ઝાબાદના દીકરા શુથેલા, એઝેર તથા એલાદ. તેઓને દેશના મૂળ રહેવાસીઓ ગાથના પુરુષોએ મારી નાખ્યા, કારણ કે તેઓનાં જાનવરને લૂંટી જવા માટે તેઓ આવ્યા હતા.
22તેઓના પિતા એફ્રાઇમે ઘણાં દિવસો સુધી શોક કર્યો, તેના ભાઈઓ તેને દિલાસો આપવા આવ્યા.
23એફ્રાઇમની પત્ની ગર્ભવતી થઈ તેણે પુત્રને જન્મ આપ્યો. એફ્રાઇમે તેનું નામ બરિયા (ભાગ્યહીન) રાખ્યું, કારણ કે તેના કુટુંબની દુર્દશા થઈ હતી.
24તેને શેરા નામની એક દીકરી હતી. તેણે નીચેનું બેથ-હોરોન તથા ઉપરનું ઉઝ્ઝેન-શેરાહ એમ બે નગરો બાંધ્યા.
25એફ્રાઇમના દીકરા રેફા તથા રેશેફ હતો. રેશેફનો દીકરો તેલાહ હતો. તેલાહનો દીકરો તાહાન હતો.
26તાહાનનો દીકરો લાદાન હતો. લાદાનનો દીકરો આમિહુદ હતો. આમિહુદનો દીકરો અલીશામા હતો.
27અલીશામાનો દીકરો નૂન હતો. નૂનનો દીકરો યહોશુઆ હતો.
28તેઓનાં વતન તથા વસવાટ બેથેલ તથા તેની આસપાસનાં ગામો હતાં. તેઓ પૂર્વ તરફ નારાન, પશ્ચિમ તરફ ગેઝેર તથા તેનાં ગામો, વળી શખેમ તથા તેનાં ગામો અને અઝઝા તથા તેના ગામો સુધી વિસ્તરેલા હતા.
29મનાશ્શાની સીમા પાસે બેથ-શાન તથા તેનાં ગામો, તાનાખ તથા તેનાં ગામો, મગિદ્દો તથા તેનાં ગામો, દોર તથા તેનાં ગામો હતા. આ બધાં નગરોમાં ઇઝરાયલના દીકરા યૂસફના વંશજો રહેતા હતા.
30આશેરના દીકરાઓ: યિમ્ના, યિશ્વા, યિશ્ચી, બરિયા. સેરા તેઓની બહેન હતી.
31બરિયાના દીકરાઓ; હેબેર તથા માલ્કીએલ. માલ્કીએલનો દીકરો બિર્ઝાઈથ.
32હેબેરના દીકરાઓ; યાફલેટ, શોમેર તથા હોથામ. શુઆ તેઓની બહેન હતી.
33યાફલેટના દીકરાઓ; પાસાખ, બિમ્હાલ તથા આશ્વાથ. આ યાફલેટના બાળકો હતા.
34યાફલેટના ભાઈ શેમેરના દીકરાઓ; અહી, રોહગા, યહુબ્બા તથા અરામ.
35શોમેરના ભાઈ હેલેમના આ દીકરાઓ હતા; સોફાહ, યિમ્ના, શેલેશ તથા આમાલ.
36સોફાહના દીકરાઓ; શુઆ, હાર્નેફેર, શુઆલ, બેરી, યિમ્રા,

37બેસેર, હોદ, શામ્મા, શિલ્શા, યિથ્રાન તથા બેરા.
38યેથેરના દીકરાઓ; યફુન્ને, પિસ્પા, તથા અરા.
39ઉલ્લાના વંશજો; આરાહ, હાન્નીએલ તથા રિસ્યા.
40એ બધા આશેરના વંશજો હતા. તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબોના આગેવાનો, પરાક્રમી, શૂરવીર, પ્રસિદ્ધ પુરુષો તથા મુખ્ય માણસો હતા. વંશાવળી પ્રમાણે યુદ્ધના કામ માટેની તેઓની ગણતરી કરતાં તેઓ છવ્વીસ હજાર પુરુષો હતા.