Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - લૂક - લૂક 10

લૂક 10:25-34

Help us?
Click on verse(s) to share them!
25જુઓ, એક નિયમશાસ્ત્રીએ ઊભા થઈને તેમનું પરીક્ષણ કરતાં કહ્યું કે, 'ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે મારે શું કરવું?'
26ઈસુએ તેને કહ્યું કે, 'નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે? તું શું વાંચે છે?'
27તેણે ઉત્તર આપતા કહ્યું કે, 'તમારા ઈશ્વર પ્રભુ પર તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા સામર્થ્યથી તથા પૂરા મનથી પ્રેમ રાખવો અને જેવા પોતાના પર તેવો તારા પડોશી પર પ્રેમ રાખવો.'
28ઈસુએ તેને કહ્યું કે, 'તેં સાચો ઉત્તર આપ્યો છે; એમ કર અને તું જીવીશ.'
29પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાં ચાહીને ઈસુને કહ્યું, 'તો મારો પડોશી કોણ છે?'
30ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, 'એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, તેઓ તેનાં વસ્ત્ર ઉતારી લઈને તથા તેને મારીને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા.
31સંજોગોવસાત એક યાજક તે રસ્તે થઈને જતો હતો. તે તેને જોઈને બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો.
32એમ જ એક લેવી પણ તે જગ્યાએ આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો.
33પણ એક સમરૂની તે રસ્તે મુસાફરીએ જતા જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો, અને એને જોઈને તેને અનુકંપા આવી.
34તે તેની પાસે ગયો, અને તેના ઘા પર તેલ તથા દ્રાક્ષરસ રેડીને પાટા બાંધ્યા, અને તેને પોતાના જાનવર પર બેસાડીને તેને ઉતારામાં લઈ ગયો, અને તેની સારવાર કરી.

Read લૂક 10લૂક 10
Compare લૂક 10:25-34લૂક 10:25-34