Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યહોશુઆ - યહોશુઆ 21

યહોશુઆ 21:26-44

Help us?
Click on verse(s) to share them!
26કહાથના બાકીના કુટુંબોના સર્વ મળીને દસ નગરો તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં.
27મનાશ્શાના અર્ધકુળમાંથી બાશાનમાંનું ગોલાન તેનાં ગૌચર સહિત, બેશ્તરા તેનાં ગૌચર સહિત. એ બે નગરો લેવીઓના કુટુંબોમાંના ગેર્શોનના પુત્રોને આપવામાં આવ્યાં.
28ગેર્શોનના કુટુંબોથી ઇસ્સાખારના કુળમાંથી કિશ્યોન તેનાં ગૌચર સહિત, દાબરાથ તેનાં ગૌચર સહિત,
29યામૂર્થ તેનાં ગૌચર સહિત એન-ગાન્નીમ તેનાં ગૌચર સહિત ચાર નગરો આપવામાં આવ્યાં.
30આશેરના કુળમાંથી મિશાલ અને તેના ગૌચર સહિત, આબ્દોન તેના ગૌચર સહિત,
31હેલ્કાથ તેના ગૌચર સહિત અને રહોબ તેનાં ગૌચર સહિત એ ચાર નગરો આપવામાં આવ્યાં.
32નફ્તાલીના કુળમાંથી ગાલીલમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર કેદેશ તેનાં ગૌચર સહિત, હામ્મોથ-દોર તેનાં ગૌચર સહિત તથા કાર્તાન તેનાં ગૌચર સહિત એ ત્રણ નગરો આપ્યાં.
33ગેર્શોનીઓનાં કુટુંબો માટે, તેનાં ગૌચરો સહિત બધાં મળીને તેર નગરોનો સમાવેશ થતો હતો.
34બાકી રહેલા લેવીઓને એટલે મરારીના કુટુંબોને ઝબુલોનના કુળમાંથી યોકનામ તેનાં ગૌચર સહિત, કાર્તા તેનાં ગૌચર સહિત,
35દિમ્ના તેનાં ગૌચર સહિત, નાહલા તેનાં ગૌચર સહિત. એ ચાર નગરો આપવામાં આવ્યાં.
36રુબેનના કુળમાંથી મરારીના કુટુંબોને બેસેર તેનાં ગૌચરો સહિત, યાહાસ તેનાં ગૌચરો સહિત,
37કદેમોથ તેનાં ગૌચરો સહિત તથા મેફાઆથ તેનાં ગૌચરો સહિત એ ચાર નગરો આપવામાં આવ્યાં.
38તેઓએ ગાદના કુળમાંથી ગિલ્યાદમાંનું મનુષ્યઘાતક માટેનું આશ્રયનગર રામોથ તેનાં ગૌચરો સહિત તથા માહનાઇમ તેનાં ગૌચરો સહિત.
39હેશ્બોન તેનાં ગૌચરો સહિત તથા યાઝેર તેનાં ગૌચરો સહિત બધાં મળીને કુલ ચાર નગરો.
40આ બધાં નગરો, મરારીપુત્રોના અનેક કુટુંબોના નગરો હતાં, જે લેવીના કુળથી-ચિઠ્ઠી નાખવાથી તેઓને આપવામાં આવ્યાં હતાં.
41ઇઝરાયલના લોકોએ કબજે કરેલી જમીનની મધ્યેથી લેવીઓએ અડતાળીસ નગરો તેનાં ગૌચર સહિત મેળવ્યાં.
42આ નગરોમાં પ્રત્યેક નગરની આસપાસ તેનાં ગૌચરો હતાં. એ જ પ્રમાણે એ સર્વ નગરોનું હતું.
43તે પ્રમાણે તેમણે ઇઝરાયલને તે સઘળો દેશ આપ્યો. યહોવાહે ઇઝરાયલના પૂર્વજોને જે દેશ આપવાની પ્રતિજ્ઞા કરી હતી. ઇઝરાયલીઓએ તેનો કબજો લીધો અને ત્યાં વસવાટ કર્યો.
44પછી યહોવાહે તેઓને બધી બાજુએથી શાંતિ આપી કે જેની તેમણે તેઓના પૂર્વજો સાથે પ્રતિજ્ઞા કરી હતી. તેઓના સર્વ શત્રુમાંથી કોઈ તેઓને હરાવી શક્યું નહિ. યહોવા તેઓના સર્વ શત્રુઓને તેઓના હાથમાં સોંપ્યા.

Read યહોશુઆ 21યહોશુઆ 21
Compare યહોશુઆ 21:26-44યહોશુઆ 21:26-44