Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - લૂક - લૂક 3

લૂક 3:3-10

Help us?
Click on verse(s) to share them!
3તે યર્દનની આસપાસના સઘળા પ્રદેશમાં પાપોની માફીને સારુ પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો પ્રગટ થયો.
4યશાયા પ્રબોધકનાં વચનોના પુસ્તકમાં લખ્યું છે તેમ કે, 'અરણ્યમાં ઘાંટો કરનારની વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો;
5દરેક નીચાણ પુરાશે, દરેક પહાડ તથા ટેકરો નીચાં કરાશે, વાંકું સીધું કરાશે અને ખાડાટેકરાવાળાં માર્ગ સપાટ કરવામાં આવશે.
6સઘળાં મનુષ્યો ઈશ્વરનું ઉદ્ધાર જોશે.'
7તેનાથી બાપ્તિસ્મા પામવાને આવતા ઘણાં લોકોને યોહાને કહ્યું કે, 'ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં?
8તો પસ્તાવો કરનારને શોભે તેવાં ફળ ઉપજાવો, અને પોતાના મનમાં એમ ન કહેવા માંડો કે, ઇબ્રાહિમ અમારા પિતા છે,' કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમને સારુ સંતાન ઉત્પન્ન કરી શકે છે.'
9વળી હમણાં કુહાડો વૃક્ષોની જડ પર છે, માટે હરેક વૃક્ષ જે સારાં ફળ આપતું નથી, તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.'
10લોકોએ યોહાનને પૂછ્યું, 'ત્યારે અમારે શું કરવું?'

Read લૂક 3લૂક 3
Compare લૂક 3:3-10લૂક 3:3-10