Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 1

યોહાન 1:7-17

Help us?
Click on verse(s) to share them!
7તે સાક્ષી માટે આવ્યો કે અજવાળા વિષે સાક્ષી કરાવે, કે જેથી સર્વ તેના દ્વારા વિશ્વાસ કરે.
8યોહાન પોતે તે અજવાળું ન હતો, પણ અજવાળા વિષે સાક્ષી આપવાને આવ્યો હતો.
9ખરું અજવાળું તે (ઈસુ) હતા કે, જે દુનિયામાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે.
10તેઓ દુનિયામાં હતા અને દુનિયાને તેમણે ઉત્પન્ન કરી હતી અને મનુષ્યોએ તેમને ઓળખ્યા નહિ.
11તે પોતાના લોકોની પાસે આવ્યા, પણ તેમણે તેમનો અંગીકાર કર્યો નહિ.
12છતાં જેટલાંએ તેમનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેમના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેમણે ઈશ્વરનાં સંતાન થવાનો અધિકાર આપ્યો.
13તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, મનુષ્યની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરથી જન્મ પામ્યા.
14અને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યા અને પિતાના એકનાએક પુત્રના મહિમા જેવો તેમનો મહિમા અમે જોયો; તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતા.
15યોહાને તેમના વિષે સાક્ષી આપી અને પોકારીને કહ્યું કે, “જેમનાં વિષે મેં કહ્યું હતું કે, તેઓ એ જ છે, 'જે મારી પાછળ આવે છે પણ મારી આગળ થયા છે, કેમ કે તે મારી અગાઉ હતા.”
16કેમ કે અમે સર્વ તેમની ભરપૂરીમાંથી કૃપા ઉપર કૃપા પામ્યા.
17નિયમશાસ્ત્ર મૂસા દ્વારા આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્ત દ્વારા આવ્યાં.

Read યોહાન 1યોહાન 1
Compare યોહાન 1:7-17યોહાન 1:7-17