Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - માર્ક - માર્ક 4

માર્ક 4:35-40

Help us?
Click on verse(s) to share them!
35તે દિવસે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે કે, 'આપણે પેલે પાર જઈએ.'
36લોકોને મૂકીને શિષ્યો ઈસુને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. બીજી હોડીઓ પણ તેની સાથે હતી.
37પછી પવનનું મોટું તોફાન થયું; અને હોડીમાં મોજાંઓ એવાં ઊછળી આવ્યાં કે તે ભરાઈ જવા લાગી.
38તે હોડીના પાછલા ભાગમાં ઓશીકા પર માથું ટેકીને ઊંઘતા હતા; અને તેઓ તેમને જગાડીને કહે છે કે, 'ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તમને શું કંઈ ચિંતા નથી?'
39તેમણે ઊઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું કે, 'શાંત થા.' ત્યારે પવન બંધ થયો અને મહાશાંતિ થઈ.
40તેમણે તેઓને કહ્યું કે, તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુ પણ વિશ્વાસ નથી?'

Read માર્ક 4માર્ક 4
Compare માર્ક 4:35-40માર્ક 4:35-40