Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગણના

ગણના 29

Help us?
Click on verse(s) to share them!
1સાતમાં મહિનાના પ્રથમ દિવસે તમારે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી. રોજનું નિયત કામ કરવું નહિ. તે દિવસ તમારે માટે રણશિંગડાં વગાડવાનો છે.
2તે દિવસે તમે સુવાસને સારુ યહોવાહને દહનીયાર્પણ ચઢાવો. તમે ખામી વગરનો વાછરડો, એક ઘેટો, એક વર્ષની ઉંમરનાં સાત હલવાન ચઢાવો.
3તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાનું, વાછરડાની સાથે ત્રણ દશાંશ એફાહ અને ઘેટાંની સાથે બે દશાંશ એફાહ ચઢાવ.
4સાત હલવાનોમાંના દરેક હલવાનને સારુ એક એફાહ.
5પોતાના માટે પ્રાયશ્ચિત કરવા પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.
6દરેક મહિનાને પહેલું દહનીયાર્પણ, તેનું ખાદ્યાર્પણ, રોજનું ખાદ્યાર્પણ તથા તેનાં પેયાર્પણો ચઢાવવાં. જ્યારે તું આ અર્પણો ચઢાવે ત્યારે યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ ચઢાવવાના વિધિ તું પાળજે.
7સાતમા મહિનાને દસમે દિવસે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી. તે દિવસે તમારે પોતાને ખાવાથી રોકવું અને કોઈ કામ ન કરવું.
8તમારે યહોવાહને સુવાસિત હોમયજ્ઞ ચઢાવવો. તમે ખામી વગરનો એક વાછરડો, એક ઘેટો તથા એક વર્ષની ઉંમરના સાત નર હલવાનો ચઢાવો.
9તમારે વાછરડા સાથે ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદો અને ઘેટા સાથે બે દશાંશ એફાહ મેંદો ચઢાવવો,
10એક દશાંશ એફાહ સાત હલવાનોમાંના દરેક હલવાન માટે.
11વળી પાપાર્થાર્પણ માટે તમારે એક બકરાનું બલિદાન આપવું. પ્રાયશ્ચિતના દિવસનું પાપાર્થાર્પણ વર્ષમાં એક વખત તે પ્રાયશ્ચિતના દિવસે અર્પણ કરવામાં આવતું અને પ્રતિદિન થતાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણો અને પેયાર્પણો ઉપરાંતનું આ અર્પણ છે.
12સાતમા મહિનાના પંદરમે દિવસે તમારે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી. રોજનું નિયત કામ કરવું નહિ, સાત દિવસ સુધી યહોવાહને માટે પર્વ પાળો.
13તે દિવસે તમે યહોવાહને માટે દહનીયાર્પણ, યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ ચઢાવો. તમારે ખામી વગરના તેર વાછરડા, બે ઘેટા અને એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચઢાવવાં.
14તેર બળદોમાંનાં દરેક બળદની સાથે તેઓનું ખાદ્યાર્પણ ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલા મેંદાનું ચઢાવવું, બે દશાંશ બે ઘેટામાંના દરેક ઘેટાંની સાથે,
15એક દશાંશ એફાહ ચૌદ હલવાનોમાંના દરેક હલવાન સાથે.
16નિયમિત થતાં દહનીયાર્પણો, ખાદ્યાર્પણો તથા પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.
17સભાના બીજે દિવસે તમારે બાર વાછરડા, બે ઘેટા તથા એક વર્ષની ઉંમરના ખોડખાંપણ વગરના ચૌદ નર હલવાનો ચઢાવવા.
18તેઓનું ખાદ્યાપર્ણ તથા તેઓનાં પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ, હલવાનોને સારુ, તેઓની ગણતરી પ્રમાણે તથા વિધિ મુજબ ચઢાવવાં.

19તદુપરાંત પ્રતિદિન થતાં દહનીયાર્પણ, તેઓનાં ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવવો.
20સભાના ત્રીજા દિવસે અગિયાર બળદો, બે ઘેટા તથા એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાનો ચઢાવવા.
21તથા તેની સાથે તેઓની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે તેઓનાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણ બળદોને સારુ, ઘેટાઓને સારુ, હલવાનોને સારુ ચઢાવવાં.
22પ્રતિદિન થતાં દહનીયાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.
23સભાના ચોથા દિવસે દસ બળદો, બે ઘેટા તથા એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ નર હલવાનો ચઢાવવા.
24તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે તેઓના ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણ બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવાં.
25પ્રતિદિન થતાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણો ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.
26સભાના પાંચમા દિવસે નવ વાછરડા, બે ઘેટા અને એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાન ચઢાવવા.
27તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવાં.
28પ્રતિદિન થતાં દહનીયાર્પણ, તેઓનાં ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો ઉપરાંત પાપાર્થાર્પણ માટે એક બકરો ચઢાવવો.
29સભાના છઠ્ઠા દિવસે આઠ વાછરડા, બે ઘેટા તથા એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાન ચઢાવવા.
30તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે તેઓનાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવાં.
31પ્રતિદિન થતાં દહનીયાર્પણ, તેઓનાં ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણો ઉપરાંત પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવવાં.
32સભાના સાતમા દિવસે સાત વાછરડા, બે ઘેટા અને એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાન ચઢાવવાં.
33તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવાં.
34પ્રતિદિન થતાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણો ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.
35આઠમા દિવસે તમારે બીજી પવિત્ર સભા રાખવી. તમારે બીજું કામ કરવું નહિ.
36તમારે યહોવાહને સુવાસિત હોમયજ્ઞ એટલે દહનીયાર્પણ ચઢાવવું. તારે એક બળદ, એક ઘેટો અને એક વર્ષની ઉંમરના ખામી વગરના સાત હલવાન ચઢાવવા.

37તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે તેઓના ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવા.
38પ્રતિદિન થતાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણો ઉપરાંત તમારે પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.
39તમારાં આ દહનીયાર્પણો, ખાદ્યાર્પણો, પેયાર્પણો તથા શાંત્યાર્પણો, તમારી પ્રતિજ્ઞાઓ તથા ઐચ્છિકાર્પણો તમારા ઠરાવેલા ઉત્સવોમાં યહોવાહને ચઢાવવાં.”
40યહોવાહે મૂસાને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે સર્વ બાબતો તેણે ઇઝરાયલી લોકોને કહી સંભળાવી.