Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - સભાશિક્ષક

સભાશિક્ષક 6

Help us?
Click on verse(s) to share them!
1મેં પૃથ્વી પર માણસોને માથે એક સામાન્ય ભારે દુ:ખ નિહાળ્યું છે.
2એટલે જેને ઈશ્વરે ધન-સંપત્તિ અને સન્માન આપ્યા છે કે જે કંઈ તે ઇચ્છે છે તે સર્વમાં તેના મનને કશી ખોટ પડશે નહિ. પરંતુ તેનો ઉપભોગ કરવાની શક્તિ તેને આપતા નથી. પણ બીજો કોઈ તેનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા તથા ભારે દુ:ખ છે.
3જો કોઈ મનુષ્યને સો સંતાનો હોય અને તે પોતે દીર્ઘાયુષ્ય ભોગવે પણ જો તે સુખી ન હોય અને તેનું દફન પણ ન થાય તો હું કહું છું કે, એના કરતાં ગર્ભપાતથી તે મૃતાવસ્થામાં જન્મ્યો હોત તો સારો થાત.
4કેમ કે તે વ્યર્થતારૂપ આવે છે અને અંધકારમાં જતો રહે છે. અને તેનું નામ પણ અંધકારથી ઢંકાઈ જાય છે.
5વળી તેણે સૂર્યને જોયો નથી અને તેણે કશું જાણ્યું પણ નથી પેલાના કરતાં તો તેને વધારે નિરાંત છે.
6જો તેનું આયુષ્ય હજાર વર્ષ કરતાં પણ બમણું હોય અને છતાંય તે કંઈ સુખ ભોગવે નહિ, શું બધાં એક જ ઠેકાણે નથી જતાં?
7મનુષ્યની સર્વ મહેનત તેના પોતાના પેટ માટે છે. છતાં તેની ક્ષુધા તૃપ્ત થતી નથી.
8વળી મૂર્ખ કરતાં જ્ઞાનીને કયો વધારે લાભ મળે છે? અથવા જીવતાઓની આગળ વર્તવાની રીત સમજનાર ગરીબ માણસને શું મળે છે?
9ભટકતી ઇચ્છાઓ કરતાં આંખે જોવું તે વધારે ઇષ્ટ છે. એ પણ વ્યર્થ તથા પવનને મૂઠ્ઠીમાં ભરવાં જેવું છે.
10હાલ જે કંઈ છે તેનું નામ પહેલેથી પાડવામાં આવ્યું છે. તે મનુષ્ય છે એ વાત જાણવામાં આવેલી છે. જે તેના કરતાં વધારે બળવાન છે તેની સામે તે બાથ ભીડી શકતો નથી.
11વ્યર્થતાની વૃદ્ધિ કરનારી ઘણી વાતો છે, તેથી માણસને શો ફાયદો થયો છે?
12કારણ કે મનુષ્ય છાયાની જેમ પોતાનું જીવન વ્યર્થ ગુમાવે છે, તેના જીવનના સર્વ દિવસોમાં તેને માટે શું સારું છે તે કોણ જાણે છે? કેમ કે કોઈ માણસની પાછળ દુનિયામાં શું થવાનું છે તે તેને કોણ કહી શકે?