Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - લૂક - લૂક 4

લૂક 4:14-30

Help us?
Click on verse(s) to share them!
14ઈસુ આત્માને પરાક્રમે ગાલીલમાં પાછા આવ્યા, અને તેમના વિષેની વાતો આસપાસ આખા દેશમાં ફેલાઈ ગઈ.
15અને તેમણે તેઓનાં સભાસ્થાનોમાં બોધ કર્યો, અને બધાથી માન પામ્યા.
16નાસરેથ જ્યાં ઈસુ મોટા થયા હતા ત્યાં તે આવ્યા, અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે તે સભાસ્થાનમાં ગયા, અને વાંચવા સારુ તે ઊભા થયા.
17યશાયા પ્રબોધકનું પુસ્તક તેમને આપવામાં આવ્યું, તેમણે તે ઉઘાડીને, જ્યાં નીચે દર્શાવ્યાં પ્રમાણે લખ્યું છે તેનું વાચન કર્યુ કે,
18'પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે મારો અભિષેક કર્યો છે; બંદીવાનોને છુટકારો તથા દ્રષ્ટિહીનોને દ્વષ્ટિ આપવાનું જાહેર કરવા, પીડિતોને છોડાવવાં
19તથા પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા સારુ ઈશ્વરે મને મોકલ્યો છે.'
20પછી તેમણે પુસ્તક બંધ કર્યુ, સેવકને પાછું આપીને બેસી ગયા, પછી સભાસ્થાનમાં બધા ઈસુને એક નજરે જોઈ રહયા.
21ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, 'આજે આ શાસ્ત્રવચન તમારા સાંભળતાં પૂરું થયું છે.'
22બધાએ તેમના વિષે સાક્ષી આપી, અને જે કૃપાની વાતો તેમણે કહી તેથી તેઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, 'શું એ યૂસફનો દીકરો નથી?'
23ઈસુએ તેઓને કહ્યું કે, 'તમે મને નિશ્રે કહેશો કે, વૈદ, તમે પોતાને સાજાં કરો.' કપરનાહૂમમાં કરેલા જે જે કામો વિષે અમે સાંભળ્યું તેવા કામો અહીં તમારા પોતાના વતનપ્રદેશમાં પણ કરો.
24ઈસુએ કહ્યું કે, 'હું તમને નિશ્ચે કહું છું કે, કોઈ પ્રબોધક પોતાના વતનમાં સ્વીકાર્ય નથી.
25પણ હું તમને સાચું કહું કે એલિયાના સમયમાં સાડાત્રણ વર્ષ સુધી વરસાદ વરસ્યો નહિ, આખા દેશમાં મોટો દુકાળ પડ્યો, ત્યારે ઘણી વિધવાઓ ઇઝરાયલમાં હતી;
26તેઓમાંની અન્ય કોઈ પાસે નહિ, પણ સિદોનના સારફાથમાં જે વિધવા હતી તેની જ પાસે એલિયાને મોકલવામાં આવ્યો હતો.
27વળી એલિશા પ્રબોધકના વખતમાં ઘણાં કુષ્ઠ રોગીઓ ઇઝરાયલમાં હતા, પરંતુ અરામી નામાન સિવાય તેઓમાંનો અન્ય કોઈ શુદ્ધ કરાયો ન હતો.
28એ વાત સાંભળીને સભાસ્થાનમાંના સૌ ગુસ્સે ભરાયા;
29તેઓએ ઊઠીને ઈસુને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા સારુ જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેના ઢોળાવ પર તેઓ ઈસુને લઈ ગયા.
30પણ ઈસુ તેઓની વચમાં થઈને ચાલ્યા ગયા.

Read લૂક 4લૂક 4
Compare લૂક 4:14-30લૂક 4:14-30