Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - માર્ક - માર્ક 5

માર્ક 5:17-29

Help us?
Click on verse(s) to share them!
17તેઓ ઈસુને તેમના પ્રદેશમાંથી નીકળી જવાની વિનંતી કરવા લાગ્યા કે 'અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.'
18તે વહાણમાં ચઢતાં હતા એટલામાં જેને દુષ્ટાત્મા વળગ્યો હતો તેણે તેમની સાથે રહેવા સારુ વિનંતી કરી.
19પણ ઈસુએ તેને આવવા ન દીધો; પણ તેને કહ્યું કે, 'તારે ઘરે તારાં લોકોની પાસે જા, અને પ્રભુએ તારે સારુ કેટલું બધું કર્યું છે અને તારા પર દયા રાખી છે, તેની ખબર તેઓને આપ.'
20તે ગયો અને ઈસુએ તેને સારુ કેટલું બધું કર્યું હતું તે દસનગરમાં પ્રગટ કરવા લાગ્યો; અને લોકો આશ્ચર્ય પામ્યા.
21જયારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયા, ત્યારે અતિ ઘણાં લોકો તેમની પાસે ભેગા થયા; અને ઈસુ સમુદ્રની પાસે હતા.
22સભાસ્થાનનાં અધિકારીઓમાંનો યાઈરસ નામે એક જણ આવ્યો અને તેમને જોઈને તેમના પગે પડયો;
23તેણે તેમને ઘણી વિનંતી કરીને કહ્યું કે, 'મારી નાની દીકરી મરણતોલ માંદી છે; માટે આવીને તેને હાથ લગાડો એ સારુ કે તે સાજી થઈને જીવે.'
24ઈસુ તેની સાથે ગયા; અને અતિ ઘણાં લોકો તેમની પાછળ ચાલ્યા અને તેમના પર પડાપડી કરી.
25એક સ્ત્રી જેને બાર વર્ષોથી લોહીવા થયેલો હતો
26અને તેણે ઘણાં વૈદોથી ઘણું સહ્યું હતું, પોતાનું બધું ખરચી નાખ્યું હતું અને તેને કંઈ ફરક પડ્યો નહોતો, પણ તેથી ઊલટું વધારે બીમાર થઈ હતી,
27તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેમની પાછળ આવી અને તેમના ઝભ્ભાને અડકી.
28કેમ કે તેણે ધાર્યું કે, 'જો હું માત્ર તેમના ઝભ્ભાને અડકું તો હું સાજી થઈશ.'
29તે જ ઘડીએ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો અને શરીરમાં તેને લાગ્યું કે 'હું બીમારીથી સાજી થઈ છું.'

Read માર્ક 5માર્ક 5
Compare માર્ક 5:17-29માર્ક 5:17-29