Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 149

ગીતશાસ્ત્ર 149:2-8

Help us?
Click on verse(s) to share them!
2ઇઝરાયલ પોતાના સર્જનહારથી આનંદ પામે; સિયોનના લોકો પોતાના રાજાને લીધે આનંદ મનાવો.
3તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; ખંજરી તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ.
4કારણ કે યહોવાહ પોતાના લોકોથી આનંદ માને છે; તે નમ્રજનોને ઉદ્ધારથી સુશોભિત કરે છે.
5સંતો વિજયમાં હરખાઓ; પોતાની પથારીમાં પણ તમે આનંદનાં ગીતો ગાઓ.
6તેઓના મુખમાંથી ઈશ્વરની ઉત્તમ સ્તુતિ ગવાઓ અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો.
7તેઓ વિદેશીઓને બદલો વાળે અને લોકોને શિક્ષા પહોંચાડે.
8તેઓ પોતાના રાજાઓને સાંકળોથી અને તેઓના હાકેમોને લોખંડની બેડીઓથી બાંધે.

Read ગીતશાસ્ત્ર 149ગીતશાસ્ત્ર 149
Compare ગીતશાસ્ત્ર 149:2-8ગીતશાસ્ત્ર 149:2-8