Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર

ગીતશાસ્ત્ર 114

Help us?
Click on verse(s) to share them!
1જ્યારે ઇઝરાયલીઓએ મિસર છોડ્યું, એટલે યાકૂબનું કુટુંબ વિદેશી લોકોમાંથી બહાર આવ્યું,
2ત્યારે યહૂદિયા તેમનું પવિત્રસ્થાન, અને ઇઝરાયલ તેમનું રાજ્ય થયું.
3સમુદ્ર તે જોઈને નાસી ગયો; યર્દન પાછી હઠી.
4પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા ડુંગરો હલવાનની જેમ કૂદ્યા.
5અરે સમુદ્ર, તું કેમ નાસી ગયો? યર્દન નદી, તું કેમ પાછી હઠી?
6અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા? નાના ડુંગરો, તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?
7હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના ઈશ્વરની સમક્ષ, તું કાંપ.
8તેમણે ખડકમાંથી પાણી વહેવડાવીને સરોવર બનાવ્યું, મજબૂત ખડકને પાણીનાં ઝરામાં ફેરવ્યા.