1સિનાઈના અરણ્યમાં મુલાકાતમંડપમાં યહોવાહે મૂસાની સાથે વાત કરી. ઇઝરાયલીઓ મિસર દેશમાંથી રવાના થયા ત્યાર પછી બીજા વર્ષના બીજા મહિનાના પ્રથમ દિવસે આ બન્યું. યહોવાહે મૂસાને કહ્યું કે,
2“ઇઝરાયલપુત્રોના સમગ્ર કુળ પ્રમાણે તથા તેમના પિતાઓનાં કુટુંબ મુજબ તથા તેઓનાં નામ મુજબ દરેક પુરુષની ગણતરી કર.
3જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉંમરના હોય અને ઇઝરાયલીપુત્રોમાંના જેટલા લડાઈમાં જવાને માટે લાયક હોય તેમની ગણતરી તેમનાં સૈન્ય મુજબ તું તથા હારુન કરો.
4અને દરેક કુળમાંનો એક પુરુષ જે તેના કુળનો મુખ્ય હોય, તે કુળના આગેવાન તરીકે તમારી સાથે રહે. તેઓએ દરેકે પોતાના કુળના પુરુષોને લડાઈમાં આગેવાની આપવી.
5તમારી સાથે લડાઈ કરનારા આગેવાનોનાં નામ નીચે મુજબ છે; રુબેનના કુળમાંથી શદેઉરનો દીકરો અલીસૂર.
6શિમયોનના કુળમાંથી સૂરિશાદ્દાયનો દીકરો શલુમિયેલ.
7યહૂદાના કુળમાંથી આમિનાદાબનો દીકરો નાહશોન.
8ઇસ્સાખારના કુળમાંથી સુઆરનો દીકરો નથાનિયેલ.
9ઝબુલોનના કુળમાંથી હેલોનનો દીકરો અલિયાબ.
10યૂસફના દીકરાઓમાં એફ્રાઇમના કુળમાંથી આમિહુદનો દીકરો એલિશામા. અને મનાશ્શાના કુળમાંથી પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ.
11બિન્યામીનના કુળમાંથી ગિદોનીનો દીકરો અબીદાન.
12દાનનાં કુળમાંથી આમિશાદ્દાયનો દીકરો અહીએઝેર.