Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યહોશુઆ - યહોશુઆ 17

યહોશુઆ 17:5-11

Help us?
Click on verse(s) to share them!
5મનાશ્શાને ગિલ્યાદ અને બાશાન ઉપરાંત યર્દનને પેલે પાર જમીનનાં દસ ભાગ આપવામાં આવ્યા હતા.
6કેમ કે મનાશ્શાની દીકરીઓને તેના દીકરાઓ મધ્યે વારસો મળ્યો હતો. મનાશ્શાના બાકીના કુળને ગિલ્યાદનો પ્રદેશ સોંપવામાં આવ્યો.
7મનાશ્શાના પ્રદેશની સરહદ આશેરથી મિખ્મથાથ સુધી શખેમની પૂર્વમાં હતી. પછી તે સીમા દક્ષિણ તરફ એન-તાપ્પૂઆના ઝરા સુધી ગઈ.
8તાપ્પૂઆનો વિસ્તાર મનાશ્શાનો હતો, પણ મનાશ્શાની સરહદ ઉપરનું તાપ્પૂઆ એફ્રાઇમનાં કુળનું હતું.
9તે સીમા ઊતરીને કાનાના નાળા સુધી એટલે નદીની દક્ષિણે ગઈ. એફ્રાઇમનાં આ નગરો મનાશ્શાના નગરો મધ્યે આવેલા છે. મનાશ્શાની સીમા નદીની ઉત્તર બાજુએ હતી અને તેનો છેડો સમુદ્ર પાસે હતો.
10દક્ષિણ ભાગ એફ્રાઇમનો અને ઉત્તર ભાગ મનાશ્શાનો હતો, જેની સરહદ સમુદ્ર પાસે હતી. તેની ઉત્તર તરફ આશેરનો અને પૂર્વ તરફ ઇસ્સાખારનો ભાગ હતો.
11ઇસ્સાખાર તથા આશેરના ભાગમાં, બેથ-શેઆન અને તેનાં ગામો, યિબ્લામ અને તેનાં ગામો, દોર તથા તેનાં ગામોના રહેવાસીઓ, એન-દોર તથા તેનાં ગામોના રહેવાસીઓ, તાનાખ તથા તેના ગામોના રહેવાસીઓ, મગિદ્દોના તથા તેના ગામોના રહેવાસીઓ; એટલે ત્રણ ઉચ્ચ પ્રદેશ મનાશ્શાને મળ્યા.

Read યહોશુઆ 17યહોશુઆ 17
Compare યહોશુઆ 17:5-11યહોશુઆ 17:5-11