Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પ્રેરિતોનાં કૃત્યો - પ્રેરિતોનાં કૃત્યો 26

પ્રેરિતોનાં કૃત્યો 26:4-9

Help us?
Click on verse(s) to share them!
4બાળપણથી લઈને જે વર્તન મારા પોતાના લોકમાં તથા યરુશાલેમમાં હું કરતો આવ્યો છું, તે બધા યહૂદીઓ જાણે છે.
5જો તેઓ સાક્ષી આપવા માગે, તો તેઓ મારે વિષે પહેલાંથી જાણે છે કે અમારા ધર્મના સર્વથી ચુસ્ત પંથના નિયમ પ્રમાણે હું ફરોશી હતો.
6હવે ઈશ્વરે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તે આશાવચનની આશાને લીધે હું મારો ન્યાય કરાવવાને અહીં ઊભો છું;
7અમારાં બારે કુળો પણ ઈશ્વરની સેવા આતુરતાથી રાતદિવસ કરતાં તે આશાવચનની પૂર્ણતાની આશા રાખે છે; અને હે રાજા, એ જ આશાને લઈને યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે!
8ઈશ્વર મરણ પામેલાઓને પાછા ઉઠાડે, એ આપને કેમ અશક્ય લાગે છે?
9હું તો પ્રથમ મારા મનમાં એવું વિચારતો હતો કે, ઈસુ નાઝારીના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ.

Read પ્રેરિતોનાં કૃત્યો 26પ્રેરિતોનાં કૃત્યો 26
Compare પ્રેરિતોનાં કૃત્યો 26:4-9પ્રેરિતોનાં કૃત્યો 26:4-9