5તમારાં બાણ તીક્ષ્ણ છે; તે રાજાના શત્રુઓના હૃદયને વીંધે છે; તેથી લોકો તમારે શરણે આવે છે.
6હે ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે; તમારો રાજદંડ તે યથાર્થ રાજદંડ છે.
7તમને ન્યાયીપણા પર પ્રીતિ છે અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે; માટે ઈશ્વર, તમારા ઈશ્વર, તમારા સાથીઓ કરતાં તમને સર્વશ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિક્ત કર્યા છે.
8તમારા બધાં વસ્ત્રો બોળ, અગર તથા તજની સુગંધથી મહેંકે છે; હાથીદાંતના મહેલોમાં તારનાં વાજિંત્રો તમને આનંદ પમાડે છે.
9રાજાની દીકરીઓની મધ્યે કેટલીક સ્ત્રીઓ આદરમાન છે; તમારે જમણે હાથે ઓફીરના સોનાથી શણગારેલા રાણી ઊભાં રહે છે.
10હે દીકરી, સાંભળ, કાન ધર; તારા લોકોને અને તારા પિતાના ઘરને ભૂલી જા.
11આ રીતે રાજા તારા સૌંદર્ય પર મોહિત થશે; તે તારા સ્વામી છે; તું તેમની સેવા કર.