Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 7

યોહાન 7:41-51

Help us?
Click on verse(s) to share them!
41બીજાઓએ કહ્યું, 'એ જ ખ્રિસ્ત છે.' પણ કેટલાકે કહ્યું કે, 'શું ગાલીલમાંથી ખ્રિસ્ત આવવાનો છે?'
42શું શાસ્ત્રવચનોમાં એવું નથી લખેલું કે, દાઉદના વંશમાંથી તથા બેથલેહેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી ખ્રિસ્ત આવવાનો છે?'
43એ માટે તેને વિષે લોકોમાં ભાગલાં પડ્યાં.
44તેઓમાંના કેટલાકે તેને પકડવા ચાહ્યું; પણ તેમના પર કોઈએ હાથ નાખ્યો નહિ.
45ત્યારે અધિકારીઓ મુખ્ય યાજકોની તથા ફરોશીઓની પાસે આવ્યા; અધિકારીઓએ તેઓને પૂછ્યું કે, 'તમે તેને કેમ લાવ્યા નહિ?'
46ત્યારે અધિકારીઓએ ઉત્તર આપ્યો કે 'એમના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.'
47ત્યારે ફરોશીઓએ તેઓને ઉત્તર આપ્યો કે, 'શું, તમે પણ ગેરમાર્ગે ખેંચાયા?
48અધિકારીઓ અથવા ફરોશીઓમાંથી શું કોઈએ તેના પર વિશ્વાસ કર્યો છે?
49પણ આ જે લોકો નિયમશાસ્ત્ર નથી જાણતા તેઓ શાપિત છે.'
50નિકોદેમસ (તેઓમાંનો એક, જે અગાઉ ઈસુની પાસે આવ્યો હતો, તે) તેઓને પૂછે છે,
51'માણસનું સાંભળ્યાં અગાઉ અને જે તે કરે છે તે જાણ્યાં વિના, આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય કરે છે?'

Read યોહાન 7યોહાન 7
Compare યોહાન 7:41-51યોહાન 7:41-51