Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 11

યોહાન 11:29-46

Help us?
Click on verse(s) to share them!
29એ સાંભળતાં જ મરિયમ તરત જ ઊઠીને તેમની પાસે ગઈ.
30ઈસુ તો હજી ગામમાં આવ્યા ન હતા, પણ જ્યાં માર્થા તેમને મળી હતી તે જગ્યાએ હતા.
31ત્યારે જે યહૂદીઓ તેમની સાથે ઘરમાં હતા અને તેને સાંત્વન આપતા હતા, તેઓએ જોયું કે મરિયમ જલદી ઊઠીને બહાર ગઈ, ત્યારે તે કબર પર રડવાને જાય છે, એવું ધારીને તેઓ મરિયમની પાછળ ગયા.
32ઈસુ જ્યાં હતા ત્યાં મરિયમે આવીને તેમને જોયા, ત્યારે તેણે તેમને પગે પડીને ઈસુને કહ્યું કે, 'પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહીં.
33ત્યારે ઈસુએ તેને રડતી જોઈને તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને, મનમાં નિસાસો મૂકી તથા આત્મામાં વ્યાકુળ થઈને,
34પૂછ્યું કે, 'તમે તેને ક્યાં મૂક્યો છે?' તેઓ તેમને કહે છે કે, પ્રભુ આવીને જુઓ.
35ઈસુ રડયા.
36એ જોઈને યહૂદીઓએ કહ્યું કે, 'જુઓ, તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતા હતા!
37પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, જેમણે અંધજનોની આંખો ઉઘાડી, તેમનાંમાં શું આ માણસ મૃત્યુ ન પામે એવું કરવાની પણ શક્તિ ન હતી?'
38ફરીથી ઈસુ નિસાસો નાખીને કબર પાસે આવ્યા. તે તો ગુફા હતી, અને તેના પર એક પથ્થર મૂકેલો હતો.
39ઈસુએ કહ્યું કે, 'પથ્થરને ખસેડો.' મૃત્યુ પામેલાની બહેન માર્થાએ તેમને કહ્યું કે, 'પ્રભુ, હવે તો તે દેહમાંથી દુર્ગંધ આવતી હશે; કેમ કે આજ તેના મૃત્યુને ચાર દિવસ થઈ ગયા છે.'
40ઈસુ તેને કહે છે કે, 'જો તું વિશ્વાસ કરશે, તો તું ઈશ્વરનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું શું?'
41ત્યારે તેઓએ પથ્થર ખેસેડ્યો, ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે, 'ઓ બાપ, તમે મારું સાંભળ્યું છે, માટે હું તમારો આભાર માનું છું.
42તમે નિત્ય મારું સાંભળો છો, એ હું જાણતો હતો; પણ જે લોક આસપાસ ઊભા રહેલા છે, તેઓ વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં એ કહ્યું.'
43એમ બોલ્યા પછી તેમણે મોટા અવાજે હાંક મારી કે, 'લાજરસ, બહાર આવ.'
44ત્યારે જે મૃત્યુ પામેલો હતો તે હાથે પગે કફને બાંધેલો બહાર આવ્યો, તેના મૂખ પર રૂમાલથી વીંટાળેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, તેનાં બંધન છોડી નાખો અને તેને જવા દો.
45તેથી જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા, અને તેમણે (ઈસુએ) જે કર્યું તે જોયું હતું, તેઓમાંથી ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો.
46પણ તેઓમાંના કેટલાકે ફરોશીઓની પાસે જઈને ઈસુએ જે કામ કર્યાં હતા, તે તેઓને કહી સંભળાવ્યાં.

Read યોહાન 11યોહાન 11
Compare યોહાન 11:29-46યોહાન 11:29-46