Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યહોશુઆ - યહોશુઆ 19

યહોશુઆ 19:6-32

Help us?
Click on verse(s) to share them!
6બેથ-લબાઓથ, શારુહેન. તેઓના ગામો સહિત આ કુલ તેર નગરો હતાં.
7સિમયોન પાસે આઈન, રિમ્મોન, એથેર, તથા આશાન હતાં. તેઓના ગામો સહિત આ કુલ ચાર નગરો હતાં.
8આ નગરોની ચારેતરફનાં જે સર્વ ગામો સહિત, બાલાથ-બેર એટલે,દક્ષિણમાં રામા સુધી હતાં તે. આ શિમયોનના કુળનો વારસો, તેઓનાં કુટુંબોને આપવામાં આવ્યો હતો.
9શિમયોનના કુળનો આ વારસો યહૂદાના કુળના વિસ્તારમાંથી તેઓને મળ્યો હતો. કેમ કે યહૂદાના કુળને જરૂર કરતાં વધારે જમીનનો ભાગ સોંપાયો હતો. માટે તેઓના વારસા મધ્યે શિમયોનના કુળને ભાગ મળ્યો હતો.
10ત્રીજી ચિઠ્ઠી ઝબુલોનના કુળના નામની નીકળી. અને તેઓના કુટુંબ પ્રમાણે તેઓને જમીન આપવામાં આવી. તેઓના વારસાની સરહદ સારીદથી શરુ થતી હતી.
11તેઓની સરહદ પશ્ચિમ દિશા તરફ મારાલા અને દાબ્બેશેથ સુધી પહોંચી; તે યોકનામ સામેના નાળા સુધી વિસ્તરેલી હતી.
12સારીદથી પૂર્વ દિશાએ વળીને પૂર્વ તરફ કિસ્લોથ તાબોરની સરહદ સુધી ગઈ. ત્યાંથી નીકળીને તે દાબરાથ અને પછી યાફીઆ સુધી ગઈ.
13ત્યાંથી આગળ વધીને ગાથ-હેફેરની પૂર્વ તરફ પસાર થઈને એથ-કાસીન સુધી ગઈ; પછી ત્યાંથી વળીને રિમ્મોન થઈને નેઆ સુધી લંબાઈ હતી.
14તે સરહદ ચકરાવો ખાઈને ઉત્તરે હાન્નાથોન સુધી ગઈ; અને તેનો છેડો યફતાએલની ખીણ આગળ આવ્યો.
15કાટ્ટાથ, નાહલાલ, શિમ્રોન, યિદલા, તથા બેથલેહેમ નગરોનો આ પ્રદેશમાં સમાવેશ થાય છે. તેઓનાં ગામો સહિત આ કુલ બાર નગરો હતાં.
16આ ઝબુલોનના કુળનો વારસો, જે તેના કુટુંબોને તેમનાં નગરો અને ગામો સહિત આપવામાં આવ્યો હતો તે છે.
17ચોથી ચિઠ્ઠી ઇસ્સાખારના નામની નીકળી તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી હતી.
18તેઓના પ્રદેશમાં યિઝ્રયેલ, કસુલ્લોથ તથા શૂનેમ.
19હફારાઈમ, શીઓન તથા અનાહરાથ,
20રાબ્બીથ, કિશ્યોન, એબેસ,
21રેમેથ, એન-ગાન્નીમ, એનહાદ્દા તથા બેથ-પાસ્સેસ.
22તેઓની સીમા તાબોર, શાહસુમા, બેથ-શેમેશ થઈને યર્દન સુધી પહોંચી. તેઓનાં ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.
23ઇસ્સાખારના કુળનો આ વારસો તેઓના કુટુંબને તેમનાં ગામો અને નગરો સહિત આપવામાં આવ્યો હતો.
24પાંચમી ચિઠ્ઠી આશેરના કુળની હતી. તે પ્રમાણે તેઓના કુટુંબને જમીન આપવામાં આવી.
25તેઓના પ્રદેશમાં હેલ્કાથ, હલી, બેટેન તથા આખ્શાફ
26અલ્લામેલેખ, આમાદ તથા મિશાલ. તે સીમા પશ્ચિમમાં કાર્મેલ તથા શીહોર-લિબ્નાથ સુધી વિસ્તરેલી હતી.
27પછી તે પૂર્વ દિશાએથી વળીને બેથ-દાગોન અને ઝબુલોન સુધી ગઈ, યફતાએલની ખીણની ઉત્તરે બેથ-એમેક તથા નેઈએલ સુધી પહોંચી, પછી તે ત્યાંથી ઉત્તર તરફ કાબૂલ સુધી પહોંચી.
28પછી તે એબ્રોન, રહોબ, હામ્મોન, કાના એટલે મોટા સિદોન સુધી ગઈ.
29તે સરહદ પાછી વળીને રામા અને કોટવાળા નગર તૂર સુધી ગઈ. પછી તે સીમા વળીને હોસામાં ગઈ અને તેનો છેડો આખ્ઝીબના પ્રદેશની પાસે, સમુદ્ર સુધી આવ્યો,
30ઉમ્મા, અફેક તથા રહોબ. તેઓનાં ગામો સહિત આ કુલ બાવીસ નગરો હતાં.
31આ આશેર કુળનો વારસો હતો, તે તેઓના કુળને તેમનાં ગામો અને નગરો સહિત આપવામાં આવ્યો હતો.
32છઠ્ઠી ચિઠ્ઠી નફ્તાલીના કુળની હતી અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી હતી.

Read યહોશુઆ 19યહોશુઆ 19
Compare યહોશુઆ 19:6-32યહોશુઆ 19:6-32