Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - માર્ક - માર્ક 8

માર્ક 8:17-37

Help us?
Click on verse(s) to share them!
17તે જાણીને ઈસુ તેઓને કહે છે કે, 'તમારી પાસે રોટલી નથી તે માટે તમે કેમ વિવાદ કરો છો? હજી સુધી શું તમે જાણતા કે સમજતા નથી? શું તમારાં મન કઠણ થયાં છે?
18તમને આંખો હોવા છતાં શું તમે દેખતા નથી? અને કાનો છતાં, શું તમે સાંભળતાં નથી? અને શું યાદ રાખતાં નથી?
19જયારે પાંચ હજારને સારુ પાંચ રોટલી મેં ભાંગી, ત્યારે તમે ટુકડાંઓથી ભરેલી કેટલી ટોપલીઓ ઉઠાવી?' તેઓ ઈસુને કહે છે કે, 'બાર ટોપલીઓ.'
20'જયારે ચાર હજારને સારુ સાત રોટલી પીરસી ત્યારે તમે ટુકડાંઓથી ભરેલી કેટલી ટોપલીઓ ઉઠાવી'? તેઓએ કહ્યું કે 'સાત ટોપલી.'
21ઈસુએ તેઓને કહ્યું 'શું તમે હજી નથી સમજતા?'
22તે બેથસેદામાં આવે છે. તેઓ ઈસુની પાસે એક અંધજનને લાવે છે, અને તેને સ્પર્શવા સારુ તેમને વિનંતી કરી.
23અંધનો હાથ પકડીને ઈસુ તેને ગામમાંથી બહાર લઈ ગયા અને તેની આંખોમાં થૂંકીને તથા તેના પર હાથ મૂકીને તેને પૂછ્યું કે, 'તને કશું દેખાય છે?'
24ઊંચું જોઈને તેણે કહ્યું કે, 'હું માણસોને જોઉં છું; તેઓ ચાલતા વૃક્ષ જેવા દેખાય છે'.
25પછી ઈસુએ ફરી તેની આંખો પર હાથ મૂક્યો. ત્યારે તેણે એક નજરે જોયું, તે સાજો થયો અને સઘળું સ્પષ્ટ રીતે જોતો થયો.
26ઈસુએ તેને ઘરે મોકલતાં કહ્યું કે, 'ગામમાં પણ જઈશ નહિ.'
27ઈસુ તથા તેમના શિષ્યો કાઈસારિયા ફિલિપ્પીના ગામોમાં ગયા; અને માર્ગમાં તેમણે પોતાના શિષ્યોને પૂછ્યું કે 'હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?'
28તેઓએ ઈસુને કહ્યું કે, 'કોઈ કહે છે કે તમે બાપ્તિસ્મા કરનાર યોહાન છો; અને કોઈ કહે છે કે તમે એલિયા છો, વળી કોઈ એવું કહે છે કે 'તમે પ્રબોધકોમાંના એક છો.'
29ઈસુએ તેઓને પૂછ્યું, 'પણ હું કોણ છું, એ વિષે તમે શું કહો છો?' પિતરે જવાબ આપતાં તેમને કહ્યું કે, 'તમે તો ખ્રિસ્ત છો.'
30તેમણે તેઓને તાકીદ કરી કે, 'મારે વિષે તમારે કોઈને કશું કહેવું નહિ.'
31ઈસુ તેઓને શીખવવા લાગ્યા કે, 'માણસના દીકરાએ ઘણું સહેવું, અને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, માર્યા જવું અને ત્રણ દિવસ પછી પાછા ઊઠવું એ જરૂરી છે.'
32ઈસુ એ વાત ઉઘાડી રીતે બોલ્યા. પછી પિતર તેમને એક બાજુએ લઈને તેમને ઠપકો આપવા લાગ્યો;
33પણ તેમણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને પિતરને ઠપકો આપ્યો કે, 'શેતાન, તું મારી પાછળ જા; કેમ કે તું ઈશ્વરની બાબતો પર નહિ, પણ માણસોની બાબતો પર મન લગાડે છે.'
34ઈસુએ પોતાના શિષ્યો સહિત લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે, 'જો કોઈ મારી પાછળ આવવા ચાહે છે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.
35કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે, તે તેને ગુમાવશે; અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.
36કેમ કે જો માણસ આખું ભૌતિક જગત મેળવે પણ તેના જીવની હાનિ થાય, તો તેથી તેને શો લાભ થાય?
37વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે?

Read માર્ક 8માર્ક 8
Compare માર્ક 8:17-37માર્ક 8:17-37