Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - માર્ક - માર્ક 6

માર્ક 6:37-54

Help us?
Click on verse(s) to share them!
37પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'તમે તેઓને ખાવાનું આપો.' તેઓ તેને કહે છે કે, 'શું અમે જઈને બસો દીનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ?'
38પણ તે તેઓને કહે છે કે, 'તમારી પાસે કેટલી રોટલીઓ છે? તે જઈને જુઓ.' ખબર કાઢ્યાં પછી તેઓ કહે છે કે, 'પાંચ રોટલી તથા બે માછલી.'
39તેમણે તેઓને આજ્ઞા કરી કે, 'સઘળાં લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય.'
40તેઓ હારબંધ સો સો તથા પચાસ પચાસની પંગતમાં બેઠા.
41ઈસુએ પાંચ રોટલી તથા બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો; અને રોટલીઓ ભાંગીને તેઓને પીરસવા સારુ પોતાના શિષ્યોને આપી; અને બે માછલીઓ બધાને વહેંચી આપી.
42બધા લોકો જમ્યાં અને તૃપ્ત થયા;
43અને તેઓએ રોટલીના વધેલા ટુકડાંઓની અને માછલીઓથી ભરેલી બાર ટોપલીઓ ભરી.
44જેઓએ રોટલીઓ ખાધી તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા.
45તત્કાળ તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને હોડીમાં બેસાડ્યા, અને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેઓને પોતાની આગળ પેલે પાર બેથસાઈદામાં મોકલ્યા.
46તેઓને વિદાય કરીને ઈસુ પહાડ પર પ્રાર્થના કરવા ગયા.
47સાંજ પડી ત્યારે હોડી સમુદ્ર મધ્યે હતી; અને ઈસુ એકલા બહાર જમીન પર હતા.
48તેઓ હલેસાં મારતાં હેરાન થયા. કેમ કે પવન તેઓની સામો હતો, તે જોઈને, આશરે રાતને ચોથે પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતાં તેઓની પાસે આવ્યા અને જાણે તેઓથી આગળ જવાનું તેઓ ઇચ્છતા હતા.
49તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોઈને અનુમાન કર્યું કે, એ તો ભૂત છે અને બૂમ પાડી;
50કેમ કે બધા તેમને જોઈને ગભરાયા. પણ તરત તે તેઓની સાથે બોલ્યા અને તેઓને કહ્યું કે, 'હિંમત રાખો, એ તો હું છું, બીશો નહિ.'
51તે તેઓની પાસે હોડી પર ગયા અને પવન બંધ થયો; અને તેઓ અતિશય વિસ્મિત થયા;
52કેમ કે તેઓ રોટલીના ચમત્કાર સંબંધી સમજ્યા નહિ. તેઓનાં મન કઠોર રહ્યાં.
53તેઓ પાર જઈને ગેન્નેસારેત દેશમાં આવ્યા અને કિનારે લંગર નાખ્યું.
54તેઓ હોડી પરથી ઊતર્યા ત્યારે તરત લોકોએ ઈસુને ઓળખ્યા,

Read માર્ક 6માર્ક 6
Compare માર્ક 6:37-54માર્ક 6:37-54