9મારી વૃદ્ધાવસ્થામાં મને તજી ન દો; જ્યારે મારી શક્તિ ખૂટે, ત્યારે મારો ત્યાગ ન કરો.
10કેમ કે મારા શત્રુઓ મારી વિરુદ્ધ વાતો કરે છે; જેઓ મારો પ્રાણ લેવાને તાકી રહ્યા છે, તેઓ અંદરોઅંદર મસલત કરે છે.
11તેઓ કહે છે કે, “ઈશ્વરે તેને તજી દીધો છે; તેની પાછળ દોડીને તેને પકડી પાડીએ, કેમ કે તેને બચાવનાર કોઈ નથી.”
12હે ઈશ્વર, મારાથી દૂર ન જાઓ; હે મારા ઈશ્વર, મને મદદ કરવાને ઉતાવળ કરો.
13મારા આત્માના દુશ્મનો બદનામ થઈને નાશ પામો; મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઈ જાઓ.
14પણ હું નિત્ય તમારી આશા રાખીશ અને તમારી સ્તુતિ વધારે અને વધારે કરીશ.
15મારું મુખ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે તથા તમારા દ્વારા મળતા ઉદ્ધાર વિષે વાતો પ્રગટ કરશે, તેમ છતાં હું તેમને સમજી શકતો નથી.