7ઝુફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમ કરતાં સફેદ થઈશ.
8મને હર્ષ તથા આનંદ સંભળાવો એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે.
9મારાં પાપ તરફ નજર ન કરો અને મારા સર્વ અન્યાય ક્ષમા કરો.
10હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને નવો અને દ્રઢ કરો.
11મને તમારી સંમુખથી દૂર ન કરો અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેશો નહિ.
12તમારા ઉદ્ધારનો હર્ષ મને પાછો આપો અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખો.
13ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ અને પાપીઓ તમારા તરફ ફરશે.
14હે ઈશ્વર, મારા ઉદ્ધારનાર, ખૂનના દોષથી મને માફ કરો અને હું મારી જીભે તમારા ન્યાયીપણા વિષે મોટેથી ગાઈશ.
15હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.
16કેમ કે તમે બલિદાનોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; તમે દહનીયાર્પણથી આનંદ પામતા નથી.
17ઈશ્વરના બલિદાનો તો રાંક મન છે; હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હૃદયને ધિક્કારશો નહિ.
18તમે કૃપા કરીને સિયોનનું ભલું કરો; યરુશાલેમના કોટોને ફરી બાંધો.