2જેને યહોવાહ દોષિત ગણતા નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી, તે આશીર્વાદિત છે.
3જ્યારે હું છાનો રહ્યો, ત્યારે આખો દિવસ છાના રુદનથી મારાં હાડકાં જીર્ણ થયાં.
4કેમ કે રાતદિવસ તમારો હાથ મારા પર ભારે હતો. જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઈ જાય છે, તેમ મારી શક્તિ હણાઈ ગઈ હતી. સેલાહ
5મેં મારાં પાપ તમારી સમક્ષ કબૂલ કર્યાં અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. મેં કહ્યું, “હું મારાં પાપો યહોવાહ સમક્ષ કબૂલ કરીશ.” અને તમે મારાં પાપોની ક્ષમા આપી. સેલાહ