26દરિદ્રીઓ ખાઈને તૃપ્ત થશે; જેઓ યહોવાહને શોધે છે, તેઓ તેમની સ્તુતિ કરશે. તમારું હૃદય સર્વકાળ જીવો.
27પૃથ્વીના સર્વ લોકો યહોવાહને સંભારીને તેમની તરફ ફરશે; વિદેશીઓનાં સર્વ કુટુંબો તમારી આગળ આવીને પ્રણામ કરશે.
28કારણ કે રાજ્ય યહોવાહનું છે; તે સર્વ પ્રજા પર રાજ કરે છે.