4કબરમાં ઊતરનાર ભેગો હું ગણાયેલો છું; હું નિરાધાર માણસના જેવો છું.
5મને તજીને મૃત્યુ પામેલાઓની સાથે ગણી લીધો છે; મારી નંખાયેલા, કબરમાં સૂતેલા કે, જેઓનું તમે સ્મરણ કરતા નથી, જેઓ તમારા હાથથી દૂર થયેલા છે, તેમના જેવો હું છું.
6તમે મને છેક નીચલા ખાડામાં ધકેલી દીધો છે, તે સ્થળો અંધકારથી ભરેલાં અને ઊંડાં છે.
7મારા પર તમારો કોપ અતિ ભારે છે અને તમારાં સર્વ મોજાં મારા પર ફરી વળ્યાં છે.
8કેમ કે તમે મારા ઓળખીતાઓને મારી પાસેથી દૂર કર્યા છે. તેઓ મારાથી આંચકો પામે એવો તમે મને કર્યો છે. હું ફાંદામાં ફસાઈ ગયો છું અને તેમાંથી બહાર નીકળી શકતો નથી.
9દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે; હે યહોવાહ, મેં દરરોજ તમને અરજ કરી છે; તમારી સંમુખ મેં મારા હાથ જોડ્યા છે.
10શું તમે મરણ પામેલાઓને ચમત્કાર બતાવશો? શું મરણ પામેલા ઊઠીને તમારી આભારસ્તુતિ કરશે? સેલાહ
11શું કબરમાં તમારી કૃપા કે, વિનાશમાં તમારું વિશ્વાસપણું જાહેર કરવામાં આવશે?
12શું અંધકારમાં તમારાં આશ્ચર્યકારક કૃત્યો અને વિસ્મરણના દેશમાં તમારા ન્યાયીપણાનાં કૃત્યો વિષે જણાવવામાં આવશે?
13પણ, હે યહોવાહ, હું પોકાર કરીશ; સવારે મારી પ્રાર્થના તમારી સમક્ષ આવશે.
14હે યહોવાહ, તમે મને કેમ તજી દીધો છે? શા માટે તમે તમારું મુખ મારાથી ફેરવો છો?
15મારી યુવાવસ્થાથી મારા પર દુ:ખ આવી પડ્યાં છે અને હું મરણતોલ થઈ ગયો છું. તમારો ત્રાસ વેઠતાં હું ગભરાઈ ગયો, હું કંઈ કરી શકતો નથી.
16તમારો ઉગ્ર કોપ મારા પર આવી પડ્યો છે અને તમારા ત્રાસે મારો નાશ કર્યો છે.
17તેઓએ પાણીની જેમ દરરોજ મને ઘેર્યો છે; તેઓ ભેગા થઈને મારી આસપાસ ફરી વળ્યા છે.