Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 83

ગીતશાસ્ત્ર 83:3-12

Help us?
Click on verse(s) to share them!
3તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.
4તેઓએ કહ્યું છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ. જેથી ઇઝરાયલના નામનું સ્મરણ હવે પછી કદી રહે નહિ.”
5તેઓએ એકસાથે મસલત કરી છે; તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.
6તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,
7ગબાલ, આમ્મોન, અમાલેક; તૂર દેશના લોકો અને પલિસ્તીઓ પણ કરાર કરે છે.
8તેઓની સાથે આશૂર પણ સામેલ થાય છે; તેઓએ લોતના વંશજોને સહાય કરી છે. સેલાહ
9તમે જે મિદ્યાન સાથે કર્યું, જેમ કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે કર્યું, તેમ તેઓની સાથે કરો.
10એનદોરમાં તેઓ નાશ પામ્યા અને ભૂમિના ખાતર જેવા થઈ ગયા.
11તેઓના સરદારોને ઓરેબ તથા ઝએબના જેવા અને તેઓના સર્વ રાજકુમારોને ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા કરો.
12તેઓએ કહ્યું, “ચાલો આપણે પોતાને માટે ઈશ્વરના નિવાસસ્થાનને પ્રાપ્ત કરીએ.”

Read ગીતશાસ્ત્ર 83ગીતશાસ્ત્ર 83
Compare ગીતશાસ્ત્ર 83:3-12ગીતશાસ્ત્ર 83:3-12