9મજબૂત શહેરમાં મને કોણ લાવશે? અદોમમાં મને કોણ દોરવણી આપશે?”
10પણ, હે ઈશ્વર, તમે શું અમને તજી દીધા નથી? તમે અમારા સૈન્યોની સાથે યુદ્ધમાં આવતા નથી.
11અમારા શત્રુઓ વિરુદ્ધ અમારી સહાય કરો, કારણ કે માણસોની સહાય વ્યર્થ છે.
12ઈશ્વરની સહાયથી અમે જીત મેળવીશું; તે અમારા શત્રુઓને કચડી નાખશે.