Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 5

ગીતશાસ્ત્ર 5:2-8

Help us?
Click on verse(s) to share them!
2હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો, કારણ કે હું તમારી પ્રાર્થના કરું છું.
3હે યહોવાહ, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો; સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું રાહ જોઈ રહીશ.
4દુષ્ટતાથી ખુશ થાય એવા ઈશ્વર તમે નથી; દુષ્ટ લોકો તમારી પાસે રહી શકતા નથી.
5તમારી હજૂરમાં અભિમાની ઊભા રહી શકતા નથી; જેઓ દુષ્ટતા સાથે વ્યવહાર કરે તે સર્વને તમે ધિક્કારો છો.
6જૂઠું બોલનારાઓનો તમે નાશ કરશો; યહોવાહ હિંસક તથા કપટી લોકોને ધિક્કારે છે.
7પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા ઘરમાં આવીશ; હું તમારી બીક રાખીને તમારા પવિત્રસ્થાન તરફ ફરીને ભજન કરીશ.
8હે પ્રભુ, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો; મારી આગળ તમારો માર્ગ પાધરો કરો.

Read ગીતશાસ્ત્ર 5ગીતશાસ્ત્ર 5
Compare ગીતશાસ્ત્ર 5:2-8ગીતશાસ્ત્ર 5:2-8