21યહોવાહની સ્તુતિ થાઓ, કેમ કે તેમણે મારા પર અસીમ વિશ્વાસુપણુ દર્શાવ્યુ છે. જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું, ત્યારે તેમણે મારા પર અદ્દભુત દયા કરી.
22અધીરતાથી મેં કહી દીધું હતું કે, “તમે તમારી દ્રષ્ટિ આગળથી મને દૂર કર્યો છે,” તોપણ મેં જ્યારે તમને મદદને માટે વિનંતિ કરી, ત્યારે તમે મારું સાંભળ્યું.