1મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો.
2હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો.
3હે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ કરશે?
4તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.
5મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું; અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો.
6જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.