Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - રોમનોને પત્ર - રોમનોને પત્ર 2

રોમનોને પત્ર 2:7-15

Help us?
Click on verse(s) to share them!
7એટલે જેઓ ધીરજથી સારાં કામ કરીને, પ્રશંસા, માન અને અવિનાશીપણું શોધે છે, તેઓને અનંતજીવન;
8પણ જેઓ સ્વાર્થી, સત્યનું પાલન ન કરનારા પણ અન્યાયનું પાલન કરનાર છે,
9તેઓના ઉપર કોપ, ક્રોધ, વિપત્તિ અને વેદના આવશે, દુષ્ટતા કરનાર દરેક મનુષ્ય પર આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર;
10પણ સારું કરનાર દરેક પર, પ્રશંસા, માન અને શાંતિ આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર;
11ઈશ્વર પાસે પક્ષપાત નથી.
12કેમ કે જેટલાંએ નિયમશાસ્ત્ર વગર પાપ કર્યું, તેઓ નિયમશાસ્ત્ર વગર નાશ પામશે; અને જેટલાંએ નિયમશાસ્ત્ર પામ્યા છતાં પાપ કર્યું, તેઓનો ન્યાય નિયમશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવશે;
13કેમ કે નિયમશાસ્ત્ર સાંભળનારાં ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી નથી પણ નિયમશાસ્ત્ર પાળનારા ન્યાયી ઠરશે;
14કેમ કે બિનયહૂદીઓ જેઓની પાસે નિયમશાસ્ત્ર નથી, તેઓ જયારે સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે કરે છે, ત્યારે તેઓને નિયમ ન છતાં તેઓ પોતાને માટે નિયમરૂપ છે;
15તેઓની પ્રેરકબુદ્ધિ તેઓની સાથે સાક્ષી આપે છે અને તેઓના વિચાર પોતાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે અને તે પ્રમાણે તેઓ પોતાના અંતઃકરણમાં લખેલ નિયમશાસ્ત્ર મુજબનું કામ દેખાડે છે;

Read રોમનોને પત્ર 2રોમનોને પત્ર 2
Compare રોમનોને પત્ર 2:7-15રોમનોને પત્ર 2:7-15