Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પ્રેરિતોનાં કૃત્યો - પ્રેરિતોનાં કૃત્યો 25

પ્રેરિતોનાં કૃત્યો 25:13-23

Help us?
Click on verse(s) to share them!
13કેટલાક દિવસ પસાર થયા પછી આગ્રીપા રાજા તથા બેરનીકે કાઈસારિયા આવ્યાં. અને ફેસ્તસની મુલાકાત લીધી.
14તેઓ ઘણાં દિવસ ત્યાં રહ્યા પછી ફેસ્તસે પાઉલ સંબંધીની વાત રાજાને જાહેર કરતાં કહ્યું કે, ફેલીક્સ એક બંદીવાન માણસને મૂકી ગયો છે;
15જયારે હું યરુશાલેમમાં હતો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓના વડીલોએ તેના પર ફરિયાદ કરીને તેની વિરુદ્ધ તેને ગુનેગાર ઠરાવવાંની માગણી કરી.
16મેં તેઓને ઉત્તર આપ્યો કે, કોઈ પણ તહોમતદારને ફરિયાદીઓની રૂબરૂ તહોમત વિષે પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપવાની તક ન મળે ત્યાં સુધી તેને મારી નાખવાને સોંપી દેવો એ રોમનોની રીત નથી.
17તે માટે તેઓ અહીં એકઠા થયા, ત્યારે વિલંબ કર્યા વિના બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તે માણસને મારી રૂબરૂ લાવવાનો હુકમ મેં આપ્યો.
18ફરિયાદીઓએ ઊભા થઈને, હું ધારતો હતો તેવા કોઈ પણ દુષ્કૃત્યો વિષે તેના પર આરોપ મૂક્યા નહિ.
19પણ તેઓના પોતાના ધર્મ વિષે, તથા ઈસુ નામે કોઈ માણસ જે મરણ પામ્યા છે પણ જેનાં વિષે પાઉલ કહે છે કે તે જીવતા છે, તે વિષે તેની વિરુદ્ધ તેઓએ કેટલાક સવાલ ઉઠાવ્યાં.
20એ બાબત વિષે કેવી રીતે તપાસ કરવી તેની સૂઝ મને ન પડવાથી મેં પૂછ્યું કે, શું તું યરુશાલેમમાં જઈને ત્યાં આ બાબતો સંબંધી પોતાનો ન્યાય કરાવવાં ઇચ્છે છે?
21પણ પાઉલે તેના મુકાદમા અંગે કાઈસાર પાસે દાદ માગી છે. તેથી મેં હુકમ કર્યો કે 'કાઈસારની પાસે હું તેને મોકલું ત્યાં સુધી તેને જેલમાં રાખવો.'
22ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, 'એ માણસનું સાંભળવાની મારી પણ ઇચ્છા છે. ત્યારે તેણે કહ્યું કે, કાલે આપ તેને સાંભળી શકશો.'
23માટે બીજે દિવસે આગ્રીપા તથા બેરનીકે મોટા દબદબા સાથે દરબારમાં આવ્યાં, સરદારો તથા શહેરના મુખ્ય માણસો પણ દરબારમાં હાજર થયા, ફેસ્તસની આજ્ઞાથી તેઓએ પાઉલને ત્યાં રજૂ કર્યો.

Read પ્રેરિતોનાં કૃત્યો 25પ્રેરિતોનાં કૃત્યો 25
Compare પ્રેરિતોનાં કૃત્યો 25:13-23પ્રેરિતોનાં કૃત્યો 25:13-23