Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતોનું ગીત - ગીતોનું ગીત 2

ગીતોનું ગીત 2:6-12

Help us?
Click on verse(s) to share them!
6તેનો ડાબો હાથ મારા માથા નીચે છે, અને તેનો જમણો હાથ આલિંગન કરે છે.
7હે યરુશાલેમની દીકરીઓ, હરણીઓના તથા જંગલી સાબરીઓના સમ દઈને કહું છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે તેને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ.
8આ અવાજ તો મારા પ્રીતમનો છે! જુઓ તે, પર્વતો પર કૂદતો, ડુંગરો પર ઠેકડા મારતો અહીં આવે છે.
9મારો પ્રીતમ હરણ અને મૃગના બચ્ચા જેવો છે. જુઓ, તે આપણી દીવાલ પાછળ ઊભો છે, તે બારીમાંથી જોયા કરે છે, તે જાળીમાંથી દેખાય છે.
10મારા પ્રીતમે મને કહ્યું, “મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠ અને મારી સાથે બહાર આવ.
11જો, શિયાળો સમાપ્ત થયો છે; વરસાદ પણ પૂરો થયો છે.
12ફૂલો જમીન પર ખીલવા લાગ્યાં છે; કાપણીનો તથા પક્ષીઓના કલરવનો સમય આવ્યો છે, આપણા દેશમાં કબૂતરોનો સ્વર સંભળાય છે.

Read ગીતોનું ગીત 2ગીતોનું ગીત 2
Compare ગીતોનું ગીત 2:6-12ગીતોનું ગીત 2:6-12