61તેમણે પોતાનું સામર્થ્ય બંધનમાં અને પોતાનું ગૌરવ શત્રુના હાથમાં સોંપ્યા.
62તેમણે પોતાના લોકોને તરવારને સ્વાધીન કર્યા અને પોતાના વારસા પર તે કોપાયમાન થયા.
63તેઓના યુવાનો અગ્નિથી નાશ પામ્યા અને તેઓની કન્યાઓના લગ્નમાં ગીત ગાવામાં આવ્યાં નહિ.
64તેઓના યાજકો તરવારથી માર્યા ગયા અને તેઓની વિધવાઓએ કંઈ રુદન કર્યું નહિ.