1હે ઈશ્વર, તમે રાજાને ન્યાય કરવાનો અધિકાર આપો, રાજાના પુત્રને તમારું ન્યાયીપણું આપો.
2તે ન્યાયીપણાથી તમારા લોકોનો ન્યાય અને નિષ્પક્ષપાતથી તમારા દીનોનો ઇનાસફ કરશે.
3પર્વતો લોકોને શાંતિ આપો; ડુંગરો ન્યાયીપણું આપો.
4તે લોકોમાંના ગરીબોનો ન્યાય કરશે; તે દરિદ્રીઓના દીકરાઓને બચાવશે અને જુલમગારને છૂંદી નાખશે.
5સૂર્ય તથા ચંદ્ર રહે ત્યાં સુધી તેઓ પેઢી દરપેઢી તમારી બીક રાખશે.
6જેમ કાપેલા ઘાસ પર વરસાદ વરસે છે, અને જેમ પૃથ્વીને સિંચનારા ઝાપટાં થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે.
7તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે અને ચંદ્ર જતો રહેશે, ત્યાં સુધી પુષ્કળ શાંતિ રહેશે.
8વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી અને નદીથી તે પૃથ્વીના છેડા સુધી રાજ કરશે.
9જેઓ અરણ્યમાં રહે છે, તેઓ તેમની આગળ નમશે; તેમના શત્રુઓ ધૂળ ચાટશે.