Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 57

ગીતશાસ્ત્ર 57:6-11

Help us?
Click on verse(s) to share them!
6તેઓએ મારા પગને સારુ જાળ બિછાવી છે; મારો આત્મા નમી ગયો છે; તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, પણ તેઓ પોતે જ તેમાં પડી ગયા છે. સેલાહ
7હે ઈશ્વર, મારું હૃદય સ્થિર છે, મારું હૃદય સ્થિર છે; હું ગાયન કરીશ, હા, હું સ્તોત્રો ગાઈશ.
8હે મારા આત્મા; મારી વીણા અને તંબુરા; તમે જાગો; હું તો પ્રભાતમાં વહેલો ઊઠીશ.
9હે પ્રભુ, હું લોકોમાં તમારી આભારસ્તુતિ કરીશ; વિદેશીઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ.
10કેમ કે તમારી કૃપા સ્વર્ગ કરતાં મોટી છે અને તમારી સત્યતા આકાશમાં પહોંચે છે.
11હે ઈશ્વર, તમે સ્વર્ગ કરતાં ઊંચા મનાઓ; આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો થાઓ.

Read ગીતશાસ્ત્ર 57ગીતશાસ્ત્ર 57
Compare ગીતશાસ્ત્ર 57:6-11ગીતશાસ્ત્ર 57:6-11