4મારો આત્મા સિંહોની મધ્યે છે; જેઓના મનમાં મારે માટે ઈર્ષાગ્નિ ઊઠે છે, તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે, માણસોના દીકરાઓ, જેઓના દાંત ભાલા તથા બાણ જેવા છે અને તેઓની જીભ તીક્ષ્ણ તરવાર જેવી છે.
5હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ; તમારો મહિમા આખી પૃથ્વી કરતાં મોટો થાઓ.