6ત્યાં તેમને ભયથી ધ્રૂજારી થઈ તથા પ્રસૂતિવેદના જેવું કષ્ટ થયું.
7તમે પૂર્વના વાયુ વડે તાર્શીશનાં વહાણોને ભાંગી નાખ્યાં.
8જેમ આપણે સાંભળ્યું હતું તેમ સૈન્યોના સરદાર યહોવાહના નગરમાં, આપણા ઈશ્વરના નગરમાં, આપણે જોયું છે; ઈશ્વર સદાકાળ તેને સ્થિર કરશે. સેલાહ
9હે ઈશ્વર, અમે તમારા ઘરમાં તમારી કૃપા વિષે વિચાર કર્યો.
10હે ઈશ્વર, જેવું તમારું નામ છે, તેવી તમારી સ્તુતિ પણ પૃથ્વીના અંત સુધી છે; તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
11તમારા ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામશે યહૂદિયાની દીકરીઓ હરખાશે.