Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 35

ગીતશાસ્ત્ર 35:18-25

Help us?
Click on verse(s) to share them!
18એટલે હું ભરસભામાં તમારી આભારસ્તુતિ કરીશ; ઘણા લોકોની મધ્યે હું તમારી પ્રશંસા કરીશ.
19મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ; જેઓ વિનાકારણ મારો દ્વ્રેષ કરે છે તેઓ આંખના મિચકાર ન મારો.
20કારણ કે તેઓનું બોલવું શાંતિદાયક નથી, પણ દેશમાં શાંત રહેનારાઓની વિરુદ્ધ તેઓ દગાબાજી કરે છે.
21તેઓ મારી વિરુદ્ધ ખુલ્લા મુખે બોલે છે; તેઓએ કહ્યું, “હા, હા, અમારી આંખોએ તે જોયું છે.”
22હે યહોવાહ, તમે તે જોયું છે, તમે ચૂપ ન રહો; હે પ્રભુ, મારાથી દૂર ન જાઓ.
23મારો ન્યાય કરવા માટે જાગૃત થાઓ; હે મારા ઈશ્વર અને મારા પ્રભુ, મારી દાદ સાંભળવા માટે જાગો.
24હે મારા ઈશ્વર યહોવાહ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો; તેઓને મારા પર આનંદ કરવા ન દો.
25તેઓને પોતાના હૃદયમાં એમ કહેવા ન દો કે, “આહા, અમારે જે જોઈતું હતું, તે અમારી પાસે છે.” તેઓને એમ કહેવા ન દો કે, “અમે તેને ગળી ગયા છીએ.”

Read ગીતશાસ્ત્ર 35ગીતશાસ્ત્ર 35
Compare ગીતશાસ્ત્ર 35:18-25ગીતશાસ્ત્ર 35:18-25