16તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ પાડો; તમારી કૃપાથી મને બચાવો.
17હે યહોવાહ, મારી બદનામી થવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતિ કરી છે! દુષ્ટો લજ્જિત થાઓ! તેઓ ચૂપચાપ શેઓલમાં પડી રહો.
18જે જૂઠા હોઠ ન્યાયી માણસોની વિરુદ્ધ ગર્વથી તથા તિરસ્કારથી અભિમાની વાત બોલે છે તે મૂંગા થાઓ.
19જે ઉદારતા તમારા ભક્તોને માટે તમે રાખી મૂકી છે, તથા તમારા પર ભરોસો રાખનારને માટે મનુષ્યોની આગળ તમે દર્શાવી છે, તે કેટલી મોટી છે!
20તમે તમારી સંમુખ તેઓને સંતાડી રાખશો અને તેઓનાં કાવતરાં વિરુદ્ધ રક્ષણ કરશો. તમે તમારા નિવાસસ્થાનમાં તેઓને સુરક્ષિત રાખશો અને તેઓને અનિષ્ટ જીભોથી બચાવશો.
21યહોવાહની સ્તુતિ થાઓ, કેમ કે તેમણે મારા પર અસીમ વિશ્વાસુપણુ દર્શાવ્યુ છે. જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું, ત્યારે તેમણે મારા પર અદ્દભુત દયા કરી.