10જેઓ તેમનો કરાર તથા તેમના સાક્ષ્યો પાળે છે, તેઓને માટે યહોવાહના સર્વ માર્ગો કૃપા તથા સત્યતાથી ભરેલા છે.
11હે યહોવાહ, તમારા નામની ખાતર, મારા પાપની ક્ષમા કરો, કેમ કે તે ઘણા છે.
12યહોવાહથી બીહે એવું માણસ કયું છે? કયો માર્ગ પસંદ કરવો તે તેને પ્રભુ શીખવે છે.
13તેનો જીવ સુખમાં રહેશે; અને તેના વંશજો દેશનો વારસો પામશે.
14યહોવાહનો મર્મ તેમના ભક્તોની પાસે છે અને તેઓને તે પોતાનો કરાર જણાવે છે.
15મારી દ્રષ્ટિ સદા યહોવાહ તરફ છે, કારણ કે તે મારા પગને બંધનમાંથી મુક્ત કરશે.
16તમે મારી તરફ ફરો અને મારા પર દયા કરો; કેમ કે હું નિરાશ્રિત અને દુ:ખી છું.
17મારા મનનું દુઃખ વધી ગયું છે; તમે મને મારા સંકટમાંથી છોડાવો.