Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 25

ગીતશાસ્ત્ર 25:1-7

Help us?
Click on verse(s) to share them!
1હે યહોવાહ, હું તમારામાં મારું અંતઃકરણ લગાડું છું!
2હે મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું. મને અપમાનિત ન થવા દો; મારા શત્રુઓને મારા પર વિજય મેળવીને આનંદિત થવા ન દો.
3જેઓ તમારામાં આશા રાખે છે તેઓમાંનો કોઈ શરમાશે નહિ, પણ જેઓ વગર કારણે કપટ કરે છે તેઓ બદનામ થશે!
4હે યહોવાહ, મને તમારા માર્ગ બતાવો; તમારા રસ્તા વિષે મને શીખવો.
5તમારા સત્યમાં મને દોરો અને મને શીખવો, કેમ કે તમે મારો ઉદ્ધાર કરનાર ઈશ્વર છો; હું આખો દિવસ તમારામાં આશા રાખું છું.
6હે યહોવાહ, તમારી કૃપા તથા તમારા વાત્સલ્યનું સ્મરણ કરો; કારણ કે તેઓ હંમેશાં સનાતન છે.
7મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો; હે યહોવાહ, તમારી ભલાઈ અને તમારી કૃપા પ્રમાણે મને સંભારો!

Read ગીતશાસ્ત્ર 25ગીતશાસ્ત્ર 25
Compare ગીતશાસ્ત્ર 25:1-7ગીતશાસ્ત્ર 25:1-7