9તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો; જ્યારે હું મારી માતાનું દૂધ પીતો હતો, ત્યારે તમે મારામાં ભરોસો ઉપજાવ્યો.
10હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું મારી માતાના ગર્ભમાં હતો ત્યારથી તમે મારા ઈશ્વર છો!
11તમે મારાથી દૂર ન જાઓ, કેમ કે સંકટ પાસે છે; મને સહાય કરનાર કોઈ નથી.
12ઘણા સાંઢોએ મને ઘેરી લીધો છે; બાશાનના બળવંત સાંઢ મારી આસપાસ ફરી વળ્યા છે.
13ફાડી ખાનાર તથા ગર્જનાર સિંહની જેમ તેઓ મારી સામે પોતાનું મોં ઉઘાડે છે.
14જેમ પાણી વહી જાય તેમ, મારી શક્તિ ચાલી ગઈ છે અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે. મારું હૃદય મીણના જેવું બની ગયું છે; તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે.
15મારું બળ વાસણના એક તૂટેલા ટુકડા જેવું સુકું થઈ ગયું છે; મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે. તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે.
16કારણ કે મારી આસપાસ કૂતરા ફરી વળ્યા છે; મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.
17હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું. તેઓ મને ધારીને જુએ છે;