2મેં યહોવાહને કહ્યું છે, “તમે મારા પ્રભુ છો; તમારા વગર મારું કોઈ હિત નથી.
3જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉમદા લોકો છે; મારો સર્વ આનંદ તેઓમાં છે.
4જેઓ બીજા દેવોની પૂજા કરવા દોડે છે, તેઓનાં દુ:ખ વધી પડશે. તેઓના દેવોને માટે લોહીનાં પેયાર્પણ હું ચઢાવીશ નહિ અને મારે હોઠે તેઓનાં નામ લઈશ નહિ.
5યહોવાહ, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો. તમે મારા હિસ્સાનો આધાર છો.
6મારો ભાગ આનંદદાયક સ્થળે પડ્યો છે; ચોક્કસ મને સુશોભિત વારસો મારો છે.
7યહોવાહે મને બોધ આપ્યો છે, હું તેમની પ્રશંસા કરું છું; મારું અંતઃકરણ રાતના સમયે મને બોધ આપે છે.
8મેં યહોવાહને સદા મારી સમક્ષ રાખ્યા છે, તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.