Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 119

ગીતશાસ્ત્ર 119:41-46

Help us?
Click on verse(s) to share them!
41વાવ. હે યહોવાહ, તમારો અવિકારી પ્રેમ, તમારા વચન પ્રમાણે, તમારો ઉદ્ધાર મને આપો.
42તેથી હું મારું અપમાન કરનારને જવાબ આપી શકું, કેમ કે હું તમારાં વચનનો ભરોસો કરું છું.
43મારા મુખમાંથી સત્ય વચનો કદી ન લઈ લો, કેમ કે હું તમારાં ન્યાયવચનોની આશા રાખી રહ્યો છું.
44હું સદા સર્વદા તમારા નિયમોનું અવલોકન કરીશ.
45તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે; તેથી હું નિરાંતે જીવીશ.
46હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ અને તેમાં શરમાઈશ નહિ.

Read ગીતશાસ્ત્ર 119ગીતશાસ્ત્ર 119
Compare ગીતશાસ્ત્ર 119:41-46ગીતશાસ્ત્ર 119:41-46