Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - સભાશિક્ષક - સભાશિક્ષક 4

સભાશિક્ષક 4:3-13

Help us?
Click on verse(s) to share them!
3વળી તે બન્ને કરતાં જેઓ હજી જન્મ્યા જ નથી અને જેઓએ પૃથ્વી પર થતાં ખરાબ કૃત્યો જોયા નથી તેઓ વધારે સુખી છે.
4વળી મેં સઘળી મહેનત અને ચતુરાઈનું દરેક કામ જોયું અને એ પણ જોયું કે તેના લીધે માણસ ઉપર તેનો પડોશી ઈર્ષા કરે છે. એ પણ વ્યર્થ તથા પવનથી મુઠી ભરવા જેવું છે.
5મૂર્ખ કામ કરતો નથી, અને પોતાની જાત પર બરબાદી લાવે છે.
6અતિ પરિશ્રમ કરવા દ્વારા પવનમાં ફાંફાં મારીને પુષ્કળ કમાણી કરવી તેના કરતાં શાંતિસહિત થોડું મળે તે વધારે સારું છે.
7પછી હું પાછો ફર્યો અને મેં પૃથ્વી ઉપર વ્યર્થતા જોઈ.
8જો માણસ એકલો હોય અને તેને બીજું કોઈ સગુંવહાલું ન હોય, તેને દીકરો પણ ન હોય કે ભાઈ પણ ન હોય છતાંય તેના પરિશ્રમનો પાર હોતો નથી. અને દ્રવ્યથી તેને સંતોષ નથી તે વિચારતો નથી કે “હું આ પરિશ્રમ કોના માટે કરું છું” અને મારા જીવને દુઃખી કરું છું? આ પણ વ્યર્થતા છે હા, મોટું દુઃખ છે.
9એક કરતાં બે ભલા; કેમ કે તેઓએ કરેલી મહેનતનું ફળ તેઓને મળે છે.
10જો બેમાંથી એક પડે તો બીજો તેને ઉઠાડશે. પરંતુ માણસ એકલો હોય, અને તેની પડતી થાય તો તેને મદદ કરનાર કોઈ જ ન હોય તો તેને અફસોસ છે.
11જો બે જણા સાથે સૂઈ જાય તો તેઓને એક બીજાથી હૂંફ મળે છે. પણ એકલો માણસ હૂંફ કેવી રીતે મેળવી શકે?
12એકલા માણસને હરકોઈ હરાવે પણ બે જણ તેને જીતી શકે છે ત્રેવડી વણેલી દોરી સહેલાઈથી તૂટતી નથી.
13કોઈ વૃદ્ધ અને મૂર્ખ રાજા કે જે કોઈની સલાહ સાંભળતો ન હોય તેના કરતાં ગરીબ પણ જ્ઞાની યુવાન સારો હોય છે.

Read સભાશિક્ષક 4સભાશિક્ષક 4
Compare સભાશિક્ષક 4:3-13સભાશિક્ષક 4:3-13