Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - લેવીય - લેવીય 21

લેવીય 21:13-22

Help us?
Click on verse(s) to share them!
13પ્રમુખ યાજકે કુંવારી સ્ત્રી સાથે લગ્ન કરવું.
14તેણે કોઈ વિધવા, ગણિકા કે છૂટાછેડા લીધેલી સ્ત્રીની સાથે લગ્ન કરવું નહિ. તેણે આ બધામાંથી કોઈ સાથે લગ્ન ન કરવું. પણ પોતાના લોકમાંની જ કોઈ કુમારિકા સાથે લગ્ન કરવું.
15તેણે બધા નિયમોનું પાલન કરવું, કે જેથી પોતાના લોકો મધ્યે પોતાના સંતાનને અશુદ્ધ ન કરે. કેમ કે તેને શુદ્ધ કરનાર યહોવાહ હું છું.'”
16યહોવાહે મૂસાને કહ્યું,
17“તું હારુનને કહે કે, શારીરિક ખામી ધરાવનાર તારા કોઈપણ વંશજે મને અર્પણ ચઢાવવું નહિ.
18શારીરિક ખામી ધરાવનાર કોઈ પણ માણસ પછી તે અંધ હોય, અપંગ હોય કે જેના અંગ વિકૃતિ વાળા હોય,
19અથવા સુકાઈ ગયેલા હાથ વાળો હોય કે પગ વાળો હોય,
20ખૂંધો હોય કે ઠીંગણો હોય, નેત્રનો રોગ કે ચામડીનો રોગ થયેલો હોય કે વ્યંઢળ હોય તેઓએ અર્પણ ચઢાવવું નહિ.
21હારુન યાજકના શારીરિક ખામી વાળા કોઈ પણ વંશજ મને હોમયજ્ઞો ચઢાવવા મારી પાસે આવે નહિ, જો તેનામાં કોઈ ખોડ હોય તો તેણે ઈશ્વરની 'રોટલી' ચઢાવવા પાસે જવું નહિ.
22તેમ છતાં ઈશ્વર સમક્ષ ચઢાવેલ પવિત્ર તેમ જ પરમપવિત્ર અર્પણોમાંથી યાજકોનો જે ભાગ છે તેમાંથી તે જમી શકે.

Read લેવીય 21લેવીય 21
Compare લેવીય 21:13-22લેવીય 21:13-22